________________
૨૧૪ અર્થ જે ઉપયોગમય જીવ વિવિધ વિષયો પામીને મોહ કરે છે, રાગ કરે છે અથવા વેષ કરે છે, તે જીવ તેમના વડે (મોહરાગદ્વેષ વડે) બંધરૂપ છે.
भावेण जेण जीवो पेच्छदि जाणादि आगदं विसये। रज्जदि तेणेव पुणो बज्झदि कम्म त्ति उवदेसो॥१७६ ।। જે ભાવથી દેખે અને જાણે વિષયગત અર્થને,
તેનાથી છે ઉપરાતા; વળી કર્મબંધન તે વડે. ૧૭૬. અર્થ જીવ જે ભાવથી વિષયમાં આવેલા પદાર્થને દેખે છે અને જાણે છે, તેનાથી જ ઉપરકી થાય છે; વળી તેનાથી જ કર્મ બંધાય છે; એમ ઉપદેશ છે.
फासेहिं पोग्गलाणं बंधो जीवस्स रागमादीहिं। अण्णोण्णं मवगाहो पोग्गलजीवप्पगो भणिदो॥ १७७॥ રાગાદિ સહ આત્મા તણો, ને સ્પર્શ સહ પુદ્ગલ તણો,
અન્યોન્ય જે અવગાહ તેને બંધ ઉભયાત્મક કહ્યો. ૧૭૭. અર્થ સ્પર્શી સાથે પુદ્ગલોનો બંધ, રાગાદિસાથે જીવનો બંધ અને અન્યોન્ય અવગાહ તે પુલજીવાત્મક બંધ કહેવામાં આવ્યો છે.
सपदेसो सो अप्पा तेसु पदेसेसु पोग्गला काया। पविसंति जहाजोग्गं चिट्ठति हि जंति बझंति ॥१७८ ॥ સપ્રદેશ છે તે જીવ, જીવપ્રદેશમાં આવે અને
પુદ્ગલસમૂહ રહે યથોચિત, જાય છે, બંધાય છે. ૧૭૮. અર્થ તે આત્મા પ્રદેશ છે; એ પ્રદેશોમાં પુદ્ગલસમૂહો પ્રવેશે છે, યથાયોગ્ય રહે છે, જાય છે અને બંધાય છે.
रत्तो बंधदि कम्मं मुच्चदि कम्मेहिं रागरहिदप्पा। एसो बंधसमासो जीवाणं जाण णिच्छयदो॥ १७९॥ જીવ રક્ત બાંધે કર્મ, રાગ રહિત જીવ મુકાય છે;
-આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય જાણજે. ૧૭૯. અર્થ રાગી આત્મા કર્મ બાંધે છે, રાગ રહિત આત્મા કર્મથી મુકાય છે; આ, જીવોના બંધનાં સંક્ષેપ નિશ્ચયથી
જાણ.