________________
૨૧૧ અર્થ હું પુદ્ગલમય નથી અને તે પુગલો મેં પિંડરૂપ કર્યા નથી, તેથી હું દેહ નથી તેમ જ તે દેહનો કર્તા નથી.
अपदेसो परमाणू पदेसमेत्तो य सयमसद्दो जो। णिद्धो वा लुक्खो वा दुपदेसादित्तमणुभवदि ॥ १६३॥ પરમાણુ જે અપ્રદેશ, તેમ પ્રદેશમાત્ર, અશબ્દ છે,
તે સ્નિગ્ધ-રૂક્ષ બની પ્રદેશયાદિત્ત્વ અનુભવે. ૧૬૩. અર્થ પરમાણુ કે જે અપ્રદેશ છે, પ્રદેશમાત્ર છે અને પોતે અશબ્દ છે, તે સ્નિગ્ધ અથવા રૂક્ષ થયો થકો લિપ્રદેશાદિપ શું અનુભવે છે.
एगुत्तरमेगादी अणुस्स णिद्धत्तणं च लुक्खत्तं। परिणामादो भणिदं जाव अणंतत्तमणुभवदि॥ १६४ ॥ એકાંશથી આરંભી જ્યાં અવિભાગ અંશ અનંત છે,
સ્નિગ્ધત્વ વા રૂક્ષત્વ એ પરિણામથી પરમાણુને. ૧૬૪. અર્થ પરમાણુના પરિણામને લીધે એકથી (એક અવિભાગ પ્રતિચ્છેદથી) માંડીને એકેક વધતાં અનંતપણાને
(-અનંત અવિભાગ પ્રતિચ્છેદપણાને) પામે ત્યાં સુધીનું સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વ હોય છે એમ (જિનદેવે) કહ્યું છે.
णिद्धा वा लुक्खा वा अणुपरिणामा समा व विसमा वा। समदा दुराधिगा जदि बज्झंति हि आदिपरिहीणा ॥ १६५ ॥ હો સ્નિગ્ધ અથવા રૂક્ષ અણુ-પરિણામ, સમ વા વિષમ હો,
બંધાય જો ગુણજ્ય અધિક; નહિ બંધ હોય જઘન્યનો. ૧૬૫. અર્થ પરમાણુ-પરિણામો, સ્નિગ્ધ હો કે રૂક્ષ હો, બેકી અંશવાળા હો કે એકી અંશવાળા હો, જો સમાન કરતાં બે અધિક અંશવાળા હોય તો બંધાય છે; જઘન્ય અંશવાળો બંધાતો નથી.
णिद्धत्तणेण दुगुणो चदुगुणणिद्धेण बंधमणुभवदि। लुक्खेण वा तिगुणिदो अणु बज्झदि पंचगुणजुत्तो॥१६६ ॥ ચતુરંશ કો સ્નિગ્ધાણુ સહ ય-અંશમય સ્નિગ્ધાળુનો;
પંચાંશી અણુ સહ બંધ થાય ત્રયાંશમય રક્ષાગુનો. ૧૬૬ અર્થ સ્નિગ્ધપણે બે અંશવાળો પરમાણુ ચાર અંશવાળા સ્નિગ્ધ (અથવા રૂક્ષ) પરમાણુ સાથે બંધ અનુભવે
છે; અથવા રૂક્ષપણે ત્રણ અંશવાળો પરમાણુ પાંચ અંશવાળા સાથે જોડાયો થકો બંધાય છે.