________________
૨૦૯
तं सब्भावणिबद्धं दव्वसहावं तिहा समक्खादं । जादि जो सवियपंण मुहदि सो अण्णदवियम्हि ॥ १५४ ॥
અસ્તિત્વથી નિષ્પન્ન દ્રવ્યસ્વભાવને ત્રિવિકલ્પને
જે જાણતો, તે આતમા નહિ મોહ પરદ્રવ્યે લહે. ૧૫૪.
અર્થ : જે જીવ તે (પૂર્વોક્ત) અસ્તિત્વનિષ્પન્ન, ત્રણ પ્રકારે કહેલા, ભેદોવાળા દ્રવ્યસ્વભાવને જાણે છે, તે અન્ય દ્રવ્યમાં મોહ પામતો નથી.
अप्पा उवओगप्पा उवओगो णाणदंसणं भणिदो ।
सो वि सुहो असुहो वा उवओगो अप्पणो हवदि ।। १५५ ।।
છે આતમા ઉપયોગરૂપ, ઉપયોગ દર્શન-જ્ઞાન છે; ઉપયોગ એ આત્મા તણો શુભ વા અશુભરૂપ હોય છે. ૧૫૫.
અર્થ : આત્મા ઉપયોગાત્મક છે; ઉપયોગ જ્ઞાન-દર્શન કહેલ છે; અને આત્માનો તે ઉપયોગ શુભ અથવા અશુભ
હોય છે.
ओगो जदि हि सुहो पुण्णं जीवस्स संचयं जादि ।
असुहो वा तथ पावं तेसिमभावे ण चयमत्थि ॥ १५६ ॥ ઉપયોગ જો શુભ હોય, સંચય થાય પુણ્ય તણો તહીં,
ને પાપસંચય અશુભથી; જ્યાં ઉભય નહિ, સંચય નહીં. ૧૫૬.
અર્થ : ઉપયોગ જો શુભ હોય તો જીવને પુણ્ય સંચય પામે છે અને જો અશુભ હોય તો પાપ સંચય પામે છે. તેમના (બન્નેના) અભાવમાં સંચય થતો નથી.
जो जाणादि जिणि पेच्छदि सिद्धे तहेव अणगारे । जीवेसु साणुकंपो उवओगो सो सुहो तस्स ॥ १५७ ॥ જાણે જિનોને જેહ, શ્રદ્ધે સિદ્ધને, અણગારને,
જે સાનુકંપ જીવો પ્રતિ, ઉપયોગ છે શુભ તેહને. ૧૫૭.
અર્થ : જે જિનેન્દ્રોને જાણે છે, સિદ્ધોને તથા અણગારોને (આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓને) શ્રદ્ધે છે, જીવો પ્રત્યે અનુકંપાયુક્ત છે, તેને તો શુભ ઉપયોગ છે.
विसयकसाओगाढो दुस्सुदिदुश्चित्तदुट्ठगोट्ठिजुदो ।
उग्गो उम्मग्गपरो उवओगो जस्स सो असुहो ॥ १५८ ॥