________________
૨૦૮ અર્થ : જો જીવ મોહ અને દ્વેષ વડે જીવોના (-સ્વજીવના તથા પરજીવના) પ્રાણોને બાધા કરે છે, તો પૂર્વે કહેલો જ્ઞાનાવરણાદિક કર્મો વડે બંધ થાય છે.
आदा कम्ममलिमसो धरेदि पाणे पुणो पुणो अण्णे। ण चयदि जाव ममत्त देहपधाणेसु विसयेसु ॥ १५०॥ કર્મે મલિન જીવ ત્યાં લગી પ્રાણી ધરે છે ફરી ફરી,
મમતા શરીરપ્રધાન વિષયે જ્યાં લગી છોડે નહીં. ૧૫૦. અર્થ : જ્યાં સુધી દેહપ્રધાન વિષયોમાં મમત્વ છોડતો નથી, ત્યાં સુધી કર્મથી મલિન આત્મા ફરી ફરીને અન્ય અન્ય પ્રાણો ધારણ કરે છે.
जो इंदियादिविजई भवीय उवओगमप्पगं झादि। कम्मेहिं सो ण रंज दि किह तं पाणा अणुचरंति ॥ १५१॥ કરી ઇંદ્રિયાદિક-વિજય, ધ્યાને આત્મને-ઉપયોગને,
તે કર્મથી રંજિત નહિ; ક્યમ પ્રાણ તેને અનુસરે? ૧૫૧. અર્થ : જે ઇન્દ્રિયાદિનો વિજયી થઈને ઉપયોગમાત્ર આત્માને ધ્યાવે છે, તે કર્મો વડે રંજિત થતો નથી; તેને પ્રાણો કઈ રીતે અનુસરે ? (અર્થાત્ તેને પ્રાણોનો સંબંધ થતો નથી.)
अत्थित्तणिच्छिदस्स हि अत्थस्सत्यंतरम्मि संभूदो। अत्यो पज्जाओ सो संठाणादिप्पभेदेहिं ॥ १५२॥ અસ્તિત્વનિશ્ચિત અર્થનો કો અન્ય અર્થે ઊપજતો
જે અર્થ તે પર્યાય છે, જ્યાં ભેદ સંસ્થાનાદિનો. ૧૫ર. અર્થ અસ્તિત્વથી નિશ્ચિત અર્થનો (દ્રવ્યનો) અન્ય અર્થમાં (-દ્રવ્યમાં) ઊપજતો જે અર્થ (ભાવ) તે પર્યાય છે - કે જે સંસ્થાનાદિ ભેદો સહિત હોય છે.
णरणारयतिरियसुरा संठाणादीहिं अण्णहा जादा। पज्जाया जीवाणं उदयादिहिं णामकम्मस्स ॥ १५३॥ તિર્યંચ, નારક, દેવ, નર-એ નામ કર્મોદય વડે
છે જીવના પર્યાય, જેહ વિશિષ્ટ સંસ્થાનાદિકે. ૧૫૩. અર્થ મનુષ્ય નારક, તિર્યંચ અને દેવ-એ, નામકર્મના ઉદયાદિકને લીધે જીવોના પર્યાય છે કે જેઓ સંસ્થાનાદિ - વડે અન્ય અન્ય પ્રકારના હોય છે.