________________
૨૧૦
કુવિચાર-સંગતિ-શ્રવણયુત, વિષયે કષાયે મગ્ન જે,
જે ઉગ્રને ઉન્માર્ગપર, ઉપયોગ તેહ અશુભ છે. ૧૫૮
અર્થ : જેનો ઉપયોગ વિષય-કષાયમાં અવગાઢ (મગ્ર) છે, કુશ્રુતિ, કુવિચાર અને કુસંગતિમાં જોડાયેલો છે, ઉગ્ર છે તથા ઉન્માર્ગમાં લાગેલો છે, તેને તે અશુભ ઉપયોગ છે.
असुहोवओगरहिदो सुहोवजुत्तो ण अण्णदवियम्हि । होज्जं मज्झत्थोऽहं णाणप्पगमप्पगं झाए । १५९ ॥
મધ્યસ્થ પરદ્રવ્યે થતો, અશુભોપયોગ રહિત ને શુભમાં અયુક્ત, હું ધ્યાઉં છું નિજ આત્મને જ્ઞાનાત્મને. ૧૫૯.
અર્થ ઃ અન્ય દ્રવ્યમાં મધ્યસ્થ થતો હું અશુભોપયોગ રહિત થયો થકો તેમ જ શુભોપયોગ નહિ થયો થકો જ્ઞાનાત્મક આત્માને ધ્યાઉં છું.
हं देहमणो ण चेव वाणी ण कारणं तेसिं ।
कत्ता ण ण कारयिदा अणुमंता णेव कत्तीणं ॥ १६० ॥
હું દેહ નથી, વાણી ન, મન નહિ, તેમનું કારણ નહીં,
કર્તા ન, કારિયેતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૧૬૦.
અર્થ : હું દેહ નથી, મન નથી, તેમ જ વાણી નથી; તેમનું કારણ નથી, કર્તા નથી, કારિયતા (કરાવનાર) નથી, કર્તાનો અનુમોદક નથી.
देहो य मणो वाणी पोग्गलदव्वप्पग ति णिद्दिट्ठा । पोग्गलदव्वं हि पुणो पिंडो परमाणुदव्वाणं ।। १६१ ।
મન, વાણી તેમ જ દેહ પુદ્ગલદ્રવ્યરૂપ નિર્દિષ્ટ છે; ને તેહ પુદ્ગલદ્રવ્ય બહુ પરમાણુઓનો પિંડ છે. ૧૬૧
અર્થ : દેહ, મન અને વાણી પુદ્ગલદ્રવ્યાત્મક (વીતરાગદેવે) કહ્યા છે; અને તે દેહાદિ પુદ્ગલદ્રવ્ય પરમાણુદ્રવ્યોનો
પિંડ છે.
हं पोलमइओ ते मया पोग्गला कया पिंडं ।
तम्हा हि ण देहोऽहं कत्ता वा तस्स देहस्स ।। १६२ ।।
હું પૌદ્ગલિક નથી, પુદ્ગલો મેં પિંડરૂપ કર્યાં નથી; તેથી નથી હું દેહ વા તે દેહનો કર્તા નથી. ૧૬૨