________________
૨૦૬ एक्को व दुगे बहुगा संखातीदा तदो अणंता य। दव्वाणं च पदेसा संति हि समय त्ति कालस्स ॥१४१॥ વર્ત પ્રદેશો દ્રવ્યને, જે એક અથવા બે અને
બહુ વા અસંખ્ય, અનંત છે; વળી હોય સમયો કાળને. ૧૪૧. અર્થ દ્રવ્યોને એક, બે, ઘણા, અસંખ્ય અથવા અનંત પ્રદેશો છે. કાળને ‘સમય’ છે.
उप्पादो पद्धंसो विजदि जदि जस्स एकसमयम्हि। समयस्स सो वि समओ सभावसमवट्ठिदो हवदि॥१४२॥ એક જ સમયમાં ધ્વંસ ને ઉત્પાદનો સદભાવ છે
જો કાળને, તો કાળ તેહ સ્વભાવ-સમવસ્થિત છે. ૧૪. અર્થ : જો કાળને એક સમયમાં ઉત્પાદ અને ધ્વંસ વર્તે છે, તો તે કાળ સ્વભાવે અવસ્થિત અર્થાત્ ધ્રુવ (ઠરે)
एगम्हि संति समये संभवठिदिणाससण्णिदा अट्ठा। समयस्स सव्वकालं एस हि कालाणुसब्भावो ॥ १४ ॥ પ્રત્યેક સમયે જન્મ-ધ્રૌવ્ય-વિનાશ અર્થો કાળને
વર્તે સરવદા; આ જ બસ કાળાણુનો સદ્ભાવ છે. ૧૪૩. અર્થ એક એક સમયમાં ઉત્પાદ, ધ્રૌવ્ય અને વ્યય નામના અર્થો કાળને સદાય હોય છે. આ જ કાળાણુનો સદ્ભાવ છે. (અર્થાત્ આ જ કાળાણુના અસ્તિત્વની સિદ્ધિ છે).
जस्स ण संति पदेसा पदेसमेत्तं व तच्चदो णाद्। सुण्णं जाण तमत्थं अत्यंतरभूदमत्थीदो॥१४४ ॥
જે અર્થને ન બહુ પ્રદેશ, ન એક વા પરમાર્થથી, છે તે અર્થ જાણો શૂન્ય કેવળ-અન્ય જે અસ્તિત્વથી. ૧૪. અર્થ જે પદાર્થને પ્રદેશો અથવા એક પ્રદેશ પણ પરમાર્થે જણાતો નથી, તે પદાર્થને શૂન્ય જાગ - કે જે અસ્તિત્વથી અર્થાન્તરભૂત(અન્ય) છે.
सपदेसेहिं समग्गो लोगो अह्रहिं णिट्ठिदो णिच्चो। जो तं जाणदि जीवो पाणचदुक्काभिसंबद्धो॥१४५ ॥