________________
૨૦૫ जध ते णभप्पदेसा तधप्पदेसा हवंति सेसाणं। अपदेसो परमाणू तेण पदेसुब्भवो भणिदो॥१३७॥ જે રીતે આભ-પ્રદેશ, તે રીત શેષદ્રવ્ય-પ્રદેશ છે;
અપ્રદેશ પરમાણુ વડે ઉદ્ભવ પ્રદેશ તણો બને. ૧૩૭. અર્થ જે રીતે તે આકાશપ્રદેશો છે, તે જ રીતે બાકીના દ્રવ્યોના પ્રદેશ છે (અર્થાત્ જેમ આકાશના પ્રદેશો
પરમાણુરૂપી ગજથી મપાય છે તેમ બાકીના દ્રવ્યોના પ્રદેશ પણ એ જ રીતે મપાય છે). પરમાણુ અપ્રદેશી છે; તેના વડે પ્રદેશોદ્ભવ કહ્યો છે.
समओ दु अप्पदेसो पदेसमेत्तस्स दव्वजादस्स। वदिवददो सो वट्टदि पदेसमागासदव्वस्स ॥१३८॥ છે કાળ તો અપ્રદેશ; એકપ્રદેશ પરમાણુ યદા
આકાશદ્રવ્ય તણો પ્રદેશ અતિક્રમે, વર્તે તદા. ૧૩૮ અર્થ કાળ તો અપ્રદેશી છે. પ્રદેશમાત્ર પુદ્ગલ-પરમાણુ આકાશ દ્રવ્યના પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે તે વર્તે છે અર્થાત્ નિમિત્તભૂતપણે પરિણમે છે.
वदिवददो तं देसं तस्सम समओ तदो परो पुब्यो। जो अत्यो सो कालो समओ उप्पण्णपद्धंसी॥१३९॥ તે દેશના અતિક્રમણ સમ છે ‘સમય’, તપૂર્વાપરે
જે અર્થ છે તે કાળ છે, ઉત્પન્નધ્વંસી ‘સમય’ છે. ૧૩૯. અર્થ પરમાણુ એક આકાશપ્રદેશને (મંદગતિથી) ઓળંગે ત્યારે તેના બરાબર જેવખત તે ‘સમય’ છે; સમયની પૂર્વે તેમ જ પછી એવો (નિત્ય) જે પદાર્થ છે તે કાળદ્રવ્ય છે; “સમય” ઉત્પન્નધ્વંસી છે.
आगासमणुणिविठं आगासपदेससण्णया भणिदं। सव्वेसिं च अणूणं सक्कदि तं देदुमवगासं ॥१४॥ આકાશ જે અણુવ્યાખ, ‘આભપ્રદેશ” સંજ્ઞા તેહને;
તે એક સૌ પરમાણુને અવકાશદાનસમર્થ છે. ૧૪૦. અર્થ એક પરમાણુ જેટલા આકાશમાં રહે તેટલા આકાશને ‘આકાશપ્રદેશ એવા નામથી કહેવામાં આવ્યું છે;
અને તે સર્વ પરમાણુઓને અવકાશ દેવા સમર્થ છે.