________________
૨૦૩
पोग्गलजीवणिबद्धो धम्माधम्मत्थिकायकालड्डो। वट्टदि आगासे जो लोगो सो सव्वकाले दु॥१२८॥ આકાશમાં જે ભાગ ધર્મ-અધર્મ-કાળ સહિત છે,
જીવ-પુદ્ગલોથી યુક્ત છે, તે સર્વકાળે લોક છે. ૧૨૮. અર્થ આકાશમાં ૪ ભાગ જીવને પુગલથી સંયુક્ત તથા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને કાળથી સમૃદ્ધ છે, તે સર્વ કાળે લોક છે. (બાકીનું એકલું આકાશ તે અલોક છે.)
उप्पादट्ठिदिभंगा पोग्गलजीवप्पगस्स लोगस्स। परिणामादो जायंते संघादादो व भेदादो ॥१२९ ॥ ઉત્પાદ, વ્યય ને ધ્રુવતા જીવપુલાત્મક લોકને
પરિણામ દ્વારા, ભેદ વા સંઘાત દ્વારા થાય છે. ૧૨૯. અર્થ પુગલ-જીવાત્મક લોકને પરિણામ દ્વારા અને સંઘાત વા ભેદ દ્વારા ઉત્પાદ, ધ્રૌવ્ય ને વિનાશ થાય છે. ૧. સંઘાત = ભેગા મળવું તે; એકઠા થવું તે; મિલન. ૨. ભેદ છૂટા પડવું તે; વિખૂટા થવું તે.
लिंगेहिं जेहिं दव्वं जीवमजीवं च हवदि विण्णादं। तेऽतब्भावविसिट्ठा मुत्तामुता गुणा णेया॥१३०॥ જે લિંગથી દ્રવ્યો મહીં ‘જીવ” “અજીવ’ એમ જણાય છે,
તે જાણ મૂર્ત-અમૂર્ત ગુણ, અતત્પણાથી વિશિષ્ટ જે. ૧૩૦. અર્થ : જે લિંગો વડ દ્રવ્ય જીવ અને અજીવ તરીકે જણાય છે, તે અતભાવવિશિષ્ટ (-દ્રવ્યથી અતદ્ભાવ વડે ભિન્ન એવા) મૂર્ત-અમૂર્ત ગુણો જાણવા.
मुत्ता इंदियगेज्झा पोग्गलदव्वप्पगा अणेगविधा। दव्वाणममुत्ताणं गुणा अमुत्ता मुणेदव्वा ॥१३१॥ ગુણ મૂર્ત ઇદ્રિયગ્રાહ્ય તે પુદ્ગલમયી બહુવિધ છે;
દ્રવ્યો અમૂર્તિક જેહ તેના ગુણ અમૂર્તિક જાણજે. ૧૩૧. અર્થ ઈન્દ્રિયગ્રાહ્ય એવા મૂર્ત ગુણો પુદ્ગલદ્રાવ્યાત્મક અનેકવિધ છે; અમૂર્ત દ્રવ્યોના ગુણો અમૂર્ત જાણવા.
वण्णरसगंधफासा विजंते पोग्गलस्स सुहमादो। पुढवीपरियंतस्स य सद्दो सो पोग्गलो चित्तो॥१३२॥