________________
૨૦૨ અર્થ આત્મા ચેતનારૂપે પરિણમે છે. વળી ચેતના ત્રણ પ્રકારે માનવામાં આવી છે, અને તેને જ્ઞાન સંબંધી, કર્મ સંબંધી અથવા કર્મના ફળ સંબંધી - એમ કહેવામાં આવી છે.
णाणं अट्ठवियप्पो कम्मं जीवेण जं समारद्धं । तमणेगविधं भणिदं फलं ति सोक्खं व दुक्खं वा॥१२४ ॥ છે “જ્ઞાન” અર્થવિકલ્પ, ને જીવથી કરાતું કર્મ છે,
-તે છે અનેક પ્રકારનું, ફળ’ સૌખ્ય અથવા દુઃખ છે. ૧૨૪. અર્થ અર્થવિકલ્પ (અર્થાત્ સ્વ-પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક યુગપ અવભાસન) તે જ્ઞાન છે; જીવ વડે જે કરાતું. હોય તે કર્મ છે, તે અનેક પ્રકારનું છે; સુખ અથવા દુઃખ તે કર્મફળ કહેવામાં આવ્યું છે.
अप्पा परिणामप्पा परिणामो णाणकम्मफलभावी। तम्हा णाणं कम्मं फलं च आदा मुणेदव्यो॥१२५ ॥ પરિણામ-આત્મક જીવ છે, પરિણામ જ્ઞાનાદિક બને;
તેથી કરમફળ, કર્મ તેમ જ જ્ઞાન આત્મા જાણજે. ૧૨૫. અર્થ આત્મા પરિણામાત્મક છે, પરિણામ જ્ઞાનરૂપ, કર્મરૂપ અને કર્મફળરૂપ થાય છે. તેથી જ્ઞાન, કર્મ અને કર્મફળ આત્મા છે એમ જાણવું.
कत्ता करणं कम्मं फलं च अप्प त्ति णिच्छिदो समणो। परिणमदि णेव अण्णं जदि अप्पाणं लहदि सुद्धं ॥ १२६ ॥ ‘કર્તા, કરમ, ફળ, કરણ જીવ છે” એમ જો નિશ્ચય કરી
મુનિ અન્યરૂપ નવ પરિણમે, પ્રાપ્તિ કરે શુદ્ધાત્મની. ૧૨૬. અર્થ જો શ્રમણ કર્તા, કરણ, કર્મ અને કર્મફળ આત્મા છે' એવા નિશ્ચયવાળો થયો થકો અન્યરૂપે ન જ પરિણમે, તો તે શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરે છે.
दव्वं जीवमजीवं जीवो पुण चेदणोवओगमओ। पोग्गलदव्वप्पमुहं अचेदणं हवदि य अज्जीवं ॥ १२७॥ છે દ્રવ્ય જીવ, અજીવ, ચિત-ઉપયોગમય તે જીવ છે;
પુદ્ગલપ્રમુખ જે છે અચેતન દ્રવ્ય, તેહ અજીવ છે. ૧૨૭. અર્થ દ્રવ્ય જીવ અને અજીવ છે. ત્યાં, ચેતના-ઉપયોગમય (ચેતનામય તથા ઉપયોગમય) ને જીવ છે અને
પુદ્ગલ દ્રવ્યાદિક અચેતન દ્રવ્યો તે અજીવ છે.