________________
૨૦૦
પર્યાયથી ‘અસ્તિ-નાસ્તિ’ અથવા કોઈ પર્યાયથી અન્ય ત્રણ ભંગરૂપ કહેવામાં આવે છે.
सो तिथि कोई ण णत्थि किरिया सहावणिव्वत्ता ।
किरिया हि णत्थि अफला धम्मो जदि णिष्फलो परमो ॥ ११६ ॥
નથી ‘આ જ’ એવો કોઈ, જ્યાં કિરિયા સ્વભાવ-નિપન્નછે; કિરિયા નથી ફળહીન, જો નિષ્ફળ ધરમ ઉત્કૃષ્ટ છે. ૧૧૬.
અર્થ : (મનુષ્યાદિપર્યાયોમાં) ‘આ જ’ એવો કોઈ (શાશ્વત પર્યાય) નથી; (કારણ કે સંસારી જીવને) સ્વભાવનિષ્પન્ન ક્રિયા નથી એમ નથી (અર્થાત્ વિભાવસ્વભાવથી નીપજતી રાગદ્વેષમય ક્રિયા અવશ્ય છે). અને જો પરમ ધર્મ અફળ છે તો ક્રિયા જરૂર અફળ નથી (અર્થાત્ એક વીતરાગ ભાવ જ મનુષ્યાદિપર્યાયોરૂપ ફળ ઉપજાવતો નથી, રાગદ્વેષમય ક્રિયા તો અવશ્ય તે ફળ ઉપજાવું છે).
कम्मं णामसमक्खं सभावमध अप्पणो सहावेण ।
अभिभूय णरं तिरियं णेरइयं वा सुरं कुणदि ॥ ११७ ॥
નામાખ્ય કર્મ સ્વભાવથી નિજ જીવદ્રવ્ય-સ્વભાવને
અભિભૂત કરી તિર્યંચ, દેવ, મનુષ્ય વા નારક કરે. ૧૧૭.
અર્થ : ત્યાં, ‘નામ’ સંજ્ઞાવાળું કર્મ પોતાના સ્વભાવ વડે જીવના સ્વભાવનો પરાભવ કરીને, મનુષ્ય, તિર્યંચ, નારક અથવા દેવ (-એ પર્યાયોને) કરે છે.
णरणारयतिरियसुरा जीवा खलु णामकम्मणिव्वत्ता।
ण हि ते लद्धसहावा परिणममाणा सकम्माणि ॥ ११८ ॥ તિર્યંચ-સુર-નર-નારકી જીવ નામકર્મ-નિપન્ન છે;
નિજ કર્મરૂપ પરિણમનથી જ સ્વભાવલબ્ધિ ન તેમને. ૧૮.
અર્થ : મનુષ્ય, નારક, તિર્યંચ ને દેવરૂપ જીવો ખરેખર નામકર્મથી નિષ્પન્ન છે.ખરેખર તેઓ પોતાના કર્મરૂપે પરિણમતા હોવાથી તેમને સ્વભાવની ઉપલબ્ધિ નથી.
जायदि णेव ण णस्सदि खणभंगसमुब्भवे जणे कोई । जो हि भवो सो विलओ संभवविलय त्ति ते णाणा ॥ ११६ ॥
નહિ કોઈ ઊપજે વિણસે ક્ષણભંગસંભવમય જગે, કારણ જનમ તે નાશ છે; વળી જન્મ-નાશ વિભિન્ન છે. ૧૧૯.