________________
૧૯૮ તેનો અભાવ અર્થાત્ તે-પણે હોવાનો અભાવ છે તે ‘ત અભાવ” એટલે કે બતભાવ” છે.
जंदव्वं तं ण गुणो जो वि गुणो सो ण तच्चमत्थादो। एसो हि अतब्भावो णेव अभावो त्ति णिद्दिट्ठो॥१०८॥
સ્વરૂપે નથી જે દ્રવ્ય તે ગુણ, ગુણ તે નહિ દ્રવ્ય છે,
-આને અતત્પણું જાણવું, ન અભાવને; ભાખ્યું જિને. ૧૦૮. અર્થ સ્વરૂપ-અપેક્ષાએ જે દ્રવ્ય છે તે ગુણ નથી અને જે ગુણ છે તે દ્રવ્ય નથી, આ અદ્ભાવ છે; સર્વથા અભાવ તે અદ્ભાવ નથી; આમ (જિનેન્દ્ર દ્વારા) દર્શાવવામાં આવ્યું છે.
जो खलु दव्वसहावो परिणामो सो गुणो सदविसिट्ठो। सदवह्रिदं सहावे दव्वं त्ति जिणोवदेसोयं ॥ १०९॥ પરિણામ દ્રવ્યસ્વભાવ જે, તે ગુણ સત્” -અવિશિષ્ટ છે;
‘દ્રવ્યો સ્વભાવે સ્થિત સત્ છે” –એ જ આ ઉપદેશ છે. ૧૦૯. અર્થ : જે, દ્રવ્યના સ્વભાવભૂત (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક) પરિણામ છે તે (પરિણામ સહુથી અવિશિષ્ટ
(સત્તાથી કોઈ જુદો નહિ એવો) ગુણ છે. “સ્વભાવમાં અવસ્થિત હોવાથી) દ્રય સત્ છે' એવો જે (૯૯મી ગાથામાં કહેલો)જિનોપદેશ તે જ આ છે (અર્થાત્ ૦૯મી ગાથાના કથનમાંથી આ ગાથામાં કહેલો ભાવ સહેજે નીકળે છે).
णत्थि गुणो त्ति व कोई पजाओ त्तीह वा विणा दव्वं । दव्वत्तं पुण भावो तम्हा दव्वं सयं सत्ता॥११०॥ પર્યાય કે ગુણ એવું કોઈન દ્રવ્ય વિણ વિષે દીસે;
દ્રવ્યત્વ છે વળી ભાવ; તેથી દ્રવ્ય પોતે સત્ત્વ છે. ૧૧૦). અર્થ આ વિશ્વમાં ગુણ એવું કોઈ કે પર્યાય એવું કોઈ, દ્રવ્ય વિના (-દ્રવ્યથી જુદું) હોતું નથી, અને દ્રવ્યત્વ તે ભાવ છે (અર્થાત્ અસ્તિત્વ તે ગુણ છે); તેથી દ્રવ્ય પોતે સત્તા (અર્થાત્ અસ્તિત્વ) છે.
एवं विहं सहावे दव्वं दव्वत्थपज्जयत्येहिं। सदसब्भावणिबद्धं पादुब्भावं सदा लभदि ॥१११॥ આવું દરવ દ્રવ્યાર્થ-પર્યાયાર્થથી નિજભાવમાં સદ્ભાવ-અણસદ્ભાવયુત ઉત્પાદને પામે સદા. ૧૧૧