________________
૧૯૭ परिणमदि सयं दव्वं गुणदो य गुणंतरं सदविसिटुं। तम्हा गुणपज्जाया भणिया पुण दव्वमेव त्ति॥१०४ ॥ અવિશિષ્ટસત્ત્વ સ્વયં દરવ ગુણથી ગુણાંતર પરિણમે,
તેથી વળી દ્રવ્ય જ કહ્યા છે સર્વગુણપર્યાયને. ૧૦૪. અર્થ સત્તા-અપેક્ષાએ અવિશિષ્ટપણે, દ્રવ્ય પોતે જ ગુણમાંથી ગુણાંતરે પરિણમે છે (અર્થાત્ દ્રવ્ય પોતે જ
એક ગુણપર્યાયમાંથી અન્ય ગુણપર્યાય પરિણમે છે અને તેની સત્તા ગુણપર્યાયોની સત્તા સાથે અવિશિષ્ટ - અભિન્ન - એક જ રહે છે), તેથી વળી ગુણપર્યાયો દ્રવ્ય જ કહેવામાં આવ્યા છે.
ण हवदि जदि सद्दव्वं असद्धव्वं हवदितं कहं दव्वं । हवदि पुणो अण्णं वा तम्हा दव्वं सयं सत्ता॥१०५॥ જોદ્રવ્ય હોયનસ, ઠરે જઅસતુ, બને ક્યમ દ્રવ્ય એ?
વા ભિન્ન ઠરતું સત્ત્વથી! તેથી સ્વયં તે સત્ત્વ છે. ૧૦૫. અર્થ જો દ્રવ્ય(સ્વરૂપથી જ) સત્ન હોય તો (૧) નક્કી તે અતુ હોય; જે અસતુ હોય તે દ્રવ્ય કેમ હોઈ શકે?
અથવા (જો અસત્ ન હોય) તો (૨) તે સત્તાથી અન્ય (જુદુ) હોય! (તે પણ કેમ બને ?) માટે દ્રવ્ય પોતે જ સત્તા છે.
पविभत्तपदेसत्तं पुधत्तमिदि सासणं हि वीरस्स। अण्णत्तमतब्भावो ण तब्भवं होदि कधमेगं॥१०६॥ જિન વીરનો ઉપદેશ એમ - પૃથક્વ ભિન્નપ્રદેશતા,
અન્યત્વ જાણ અતત્પણું; નહિ તેપણે તે એક ક્યાં? ૧૦૬. અર્થ વિભક્તપ્રદેશવ તે પૃથકત્વ છે એમ વીરનો ઉપદેશ છે. અતભાવ (અતત્પણું અર્થાત્ તે-પણે નહિ
હોવું) તે અન્યત્વ છે. જે તે-પણે ન હોય તે એક કેમ હોય? (કથંચિત્ સત્તા દ્રવ્યપણે નથી અને દ્રવ્ય સત્તાપણે નથી માટે તેઓ એક નથી.)
सद्दव्वं सच्च गुणो सच्चेव य पज्जओ त्ति वित्थारो। जो खलु तस्स अभावो सो तदभावो अतब्भावो॥१०७॥ ‘સત્ દ્રવ્ય’, ‘સત્ પર્યાય', ‘સત્ ગુણ” - સત્ત્વનો વિસ્તાર છે;
નથી તે-પણે અન્યોન્ય તેહ અતત્પણું જ્ઞાતવ્ય છે. ૧૦૭. અર્થ “સ દ્રવ્ય’, ‘સતુ ગુણ’ અને ‘સતુ પર્યાય' એમ (સત્તાગુણનો) વિસ્તાર છે. તેમને પરસ્પર) જે