________________
૧૯૫
અર્થ : સર્વ કાળે ગુણો તથા અનેક પ્રકારના પોતાના પર્યાયો વડે તેમ જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે દ્રવ્યનું જે અસ્તિત્વ, તે ખરેખર સ્વભાવ છે.
इह विविहलक्खणाणं लक्खणमेगं सदिति सव्वगयं । उवदिसदा खलु धम्मं जिणवरवसहेण पण्णत्तं ॥ ९७ ॥ વિધવિધલક્ષણીનું સરવ-ગત ‘સત્ત્વ’ લક્ષણ એક છે, -એ ધર્મને ઉપદેશતા જિનવરવૃષભ નિર્દિષ્ટ છે. ૯૭.
અર્થ :ધર્મને ખરેખર ઉપદેશતા 'જિનવરવૃષભે આ વિશ્વમાં વિવિધ લક્ષણવાળા (ભિન્ન ભિન્ન સ્વરૂપ અસ્તિત્વવાળં સર્વ) દ્રવ્યોનું, સત્ એવું ‘સર્વગત લક્ષણ (સાદશ્ય-અસ્તિત્વ) એક કહ્યું છે.
૧. જિનવરવૃષભ = જિનવરોમાં શ્રેષ્ઠ; તીર્થંકર.
૨. સર્વગત = સર્વમાં વ્યાપનારું.
दव्वं सहावसिद्धं सदिति जिणा तच्चदो समक्खादा । सिद्धं तथ आगमदो नेच्छदि जो सो हि परसमओ ॥ ९८ ॥
દ્રવ્યો સ્વભાવે સિદ્ધ ને ‘સત્’ - તત્ત્વતઃ શ્રી જિનો કહે;
એ સિદ્ધ છે આગમ થકી, માને ન તે પરસમય છે. ૯૮.
અર્થ ઃદ્રવ્ય સ્વભાવથી સિદ્ધ અને (સ્વભાવથી જ) ‘સત્’ છે એમ જિનોએ તત્ત્વતઃ કહ્યું છે; એ પ્રમાણે આગમ દ્વારા સિદ્ધ છે; જે ન માને તે ખરેખર પરસમય છે.
सदवट्ठिदं सहावे दव्वं दव्वस्स जो हि परिणामो । अत्थेसु सो सहावो ठिदिसंभवणाससंबद्धो ।। ९९॥ દ્રવ્યો સ્વભાવ વિષે અવસ્થિત, તેથી ‘સત્’ સૌ દ્રવ્ય છે; ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશયુત પરિણામ દ્રવ્યસ્વભાવ છે. ૯૯.
અર્થ :સ્વભાવમાં `અવસ્થિત (હોવાથી) દ્રવ્ય ‘સત્’ છે; દ્રવ્યનો જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સહિત પરિણામ તે
પદાર્થોનો સ્વભાવ છે.
૧. અવસ્થિત = રહેલું; ટકેલું.
भवो भंगविहीणो भंगो वा णत्थि संभवविहीणो ।
उप्पादो विय भंगो ण विणा धोव्वेण अत्थेण ॥ १०० ॥