________________
૧૯૯ અર્થ આવું (પૂર્વોક્ત) દ્રવ્ય સ્વભાવમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયો વડે સદ્ભાવસંબદ્ધ અને અસદ્ભાવસંબદ્ધ ઉત્પાદને સદા પામે છે.
जीवो भवं भविस्सदि णरोऽमरो वा परो भवीय पुणो। किं दव्वत्तं पजहदि ण जहं अण्णो कहं होदि॥११२॥ જીવ પરિણમે તેથી નરાદિક એ થશે; પણ તે-રૂપે
શું છોડતો દ્રવ્યત્વને ? નહિ છોડતો ક્યમ અન્ય એ? ૧૧૨. અર્થ જીવ પરિણમતો હોવાથી મનુષ્ય, દેવ અથવા બીજું કાંઈ (-તિર્યંચ, નારક કે સિદ્ધ) થશે. પરંતુ મનુષ્યદેવાદિક
થઈને શું તે દ્રવ્યપણાને છોડે છે? નહિ છોડતો થકો તે અન્ય કેમ હોય? (અર્થાત્ તે અન્ય નથી, તેનો તે જ છે.)
मणुवो ण होदि देवो देवो वा माणुसो व सिद्धो वा। एवं अहोज्जमाणो अणण्णभावं कधं लहदि॥११३॥ માનવનથી સુર, સુર પણ નહિ મનુજ કે નહિ સિદ્ધ છે;
એ રીત નહિ હોતો થકો યમ તે અનન્યપણું ધરે? ૧૧૩. અર્થ મનુષ્ય તે દેવ નથી, અથવા દેવ તે મનુષ્ય કે સિદ્ધ નથી; એમ નહિ હોતો થકો અનન્ય કેમ હોય?
दव्वट्ठिएण सव्वं दव्वं तं पज्जयट्ठिएण पुणो। हवदि य अण्णमणण्णं तकाले तम्मयत्तादो॥११४॥ દ્રવ્યાર્થિક બધું દ્રવ્ય છે; ને તે જ પર્યાયાર્થિક
છે અન્ય, જેથી તે સમય તરૂપ હોઈ અનન્ય છે. ૧૧૪. અર્થ દ્રવ્યાર્થિક (નય) વડે સઘળું દ્રવ્ય છે; અને વળી પર્યાયાર્થિક (નય) વડે તે (દ્રવ્ય) અન્ય-અન્ય છે, કારણ કે તે કાળે તન્મય હોવાને લીધે (દ્રવ્ય પર્યાયોથી) અનન્ય છે.
अत्थि त्ति य णत्थि त्ति य हवदि अवत्तव्वमिदि पुणो दव्वं । पज्जाएण दु केण वि तदुभयमादिट्ठमण्णं वा ॥ ११५ ॥ અસ્તિ, તથા છે નાસ્તિ, તેમ જ દ્રવ્ય આણવક્તવ્ય છે,
વળી ઉભય કો પર્યાયથી, વા અન્યરૂપ કથાય છે. ૧૧૫. અર્થ દ્રવ્ય કોઈ પયયથી “અસ્તિ', કોઈ પર્યાયથી ‘નાસ્તિ' અને કોઈ પર્યાયથી “અવક્તવ્ય છે; વળી કોઈ