________________
૧૯૬ ઉત્પાદ ભંગ વિના નહીં, સંહાર સર્ગ વિના નહીં;
ઉત્પાદ તેમ જ ભંગ, ધ્રૌવ્ય-પદાર્થ વિણ વર્તે નહીં. ૧૦). અર્થ ઉત્પાદ 'ભંગ વિનાનો હોતો નથી અને ભંગ ઉત્પાદ વિનાનો હોતો નથી; ઉત્પાદ તેમ જ ભંગ ધ્રૌવ્ય
પદાર્થ વિના હોતાં નથી. ૧. ભંગ = નાશ; વ્યય.
उप्पादट्ठिदिभंगा विजंते पज्जएसु पज्जाया। दव्वे हि संति णियदं तम्हा दव्वं हवदि सव्वं ॥१०१॥ ઉત્પાદ તેમ જ ધ્રૌવ્ય ને સંહાર વર્તે પર્યયે,
ને પર્યયો દ્રવ્ય નિયમથી, સર્વ તેથી દ્રવ્ય છે. ૧૦૧. અર્થ :ઉત્પાદ, સ્થિતિ અને ભંગ પર્યાયોમાં વર્તે છે; પર્યાયો નિયમથી દ્રવ્યમાં હોય છે, તેથી (તે) બધુંય દ્રવ્ય છે.
समवेदं खलु दव्वं संभवठिदिणाससण्णिदतुहिं। एक्कम्मि चेव समये तम्हा दव्वं खु तत्तिदयं ॥१०२॥ ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશસંક્ષિત અર્થ સહ સમવેત છે,
એક જ સમયમાં દ્રવ્ય નિશ્ચય, તેથી એ ત્રિક દ્રવ્ય છે. ૧૦૨. અર્થ દ્રવ્ય એક જ સમયમાં ઉત્પાદ, સ્થિતિ અને નાશ નામના અર્થો સાથે ખરેખર સમવેત (એકમેક) છે;
તેથી એ ત્રિક ખરેખર દ્રવ્ય છે. ૧. અર્થો = પદાર્થો. (૮૭ મી ગાથામાં સમજાવ્યા પ્રમાણે પર્યાય પણ એક અર્થ છે.) ૨. સમવેત = સમવાયવાળું; તાદાભ્યપૂર્વક જોડાયેલું; એકમેક. ૩. ત્રિક = ત્રણનો સમુદાય. (ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણેનો સમુદાય ખરેખર દ્રવ્ય જ છે.)
पाडुब्भवदि य अण्णो पज्जाओ पज्जओ वयदि अण्णो। दव्वस्स तं पि दव्वं णेव पणटुंण उप्पण्णं ॥१०३॥ ઊપજે દરવનો અન્ય પર્યય, અન્ય કો વિણસે વળી,
પણ દ્રવ્ય તો નથી નષ્ટ કે ઉત્પન્ન દ્રવ્ય નથી તહીં. ૧૮૩. અર્થ દ્રવ્યનો અન્ય પર્યાય ઉત્પન્ન થાય છે અને કોઈ અન્ય પર્યાય નષ્ટ થાય છે; પરંતુ દ્રવ્ય તો નષ્ટ પણ નથી, 1 ઉત્પન્ન પણ નથી (ધ્રુવ છે).