________________
૧૨૭
जो चेव कुणदि सो चिय ण वेदए जस्स एस सिद्धंतो। सो जीवो णादव्वो मिच्छादिट्ठी अणारिहदो ॥ ३४७ ॥
अण्णो करेदि अण्णो परिभुंजदि जस्स एस सिद्धंतो । सो जीवो णादव्वो मिच्छादिट्ठी अणारिहदो ॥ ३४८ ॥ પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે, તેથી કરે છે તે જ કે બીજો - નહીં એકાંત છે. ૩૪૫. પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે,
જીવ તેથી વેદે તે જ કે બીજો -નહીં એકાંત છે. ૩૪૬
જીવ જે કરે તે ભોગવે નહિ - જેહનો સિદ્ધાંત એ,
તે જીવ મિથ્યાદષ્ટિ છે, અદ્વૈતના મતનો નથી. ૩૪૭
જીવ અન્ય કરતો, અન્ય વેદે - જેહનો સિદ્ધાંત એ,
તે જીવ મિથ્યાદષ્ટિ છે, અદ્વૈતના મતનો નથી. ૩૪૮
અર્થ ઃ કારણ કે જીવ કેટલાક પર્યાયોથી નાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નથી નાશ પામતો, તેથી ‘(જે ભોગવે છે) તે જ કરે છે’ અથવા ‘બીજો જ કરે છે’ એવો એકાંત નથી (-સ્યાદ્વાદ છે).
કારણ કે જીવ કેટલાક પર્યાયોથી નાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નથી નાશ પામતો, તેથી ‘(જે કરે છે) તે જ ભોગવે છે’ અથવા ‘બીજો જ ભોગવે છે’ એવો એકાંત નથી (-સ્યાદ્વાદ છે).
‘જે કરે છે તે જ નથી ભોગવતો' એવો જેનો સિદ્ધાંત છે, તે જીવ મિથ્યાદષ્ટિ, અનાર્હત (-અર્હતના મતને નહિ માનનારો) જાણવો.
‘બીજો કરે છે અને બીજો ભોગવે છે' એવો જેનો સિદ્ધાંત છે, તે જીવ મિથ્યાદષ્ટિ, અનાર્હત (-અજૈન) જાણવો.
जह सिप्पिओ दु कम्मं कुव्वदि ण य सो दु तम्मओ होदि ।
तह जीवो वि य कम्मं कुव्वादि ण य तम्मओ होदि ॥ ३४९ ॥
जह सिप्पिओ दु करणेहिं कुव्वदि ण सो दु तम्मओ होदि । तह जीवो करणेहिं कुव्वदि ण य तम्मओ होदि ॥ ३५० ॥