________________
૧૨૬
છે, કર્મો સુખી કરે છે તેમ જ કર્મો દુઃખી કરે છે, કર્મો મિથ્યાત્વ પમાડે છે તેમ જ કર્મો અસંયમ પમાડે છે, કર્મો ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્યંગ્લોકમાં ભમાવે છે, જે કાંઈ પણ જેટલું શુભ-અશુભ છે તે બધું કર્મો જ કરે છે. જેથી કર્મ કરે છે, કર્મ આપે છે, કર્મ હરી લે છે - એમ જે કાંઇ પણ કરે છે તે કર્મ જ કરે છે, તેથી સર્વ જીવો અકારક (અકર્તા) કરે છે.
વળી, પુરુષવેદકર્મ સ્ત્રીનું અભિલાષી છે અને સ્ત્રીવેદકર્મ પુરુષની અભિલાષા કરે છે - એવી આ આચાર્યની પરંપરાથી ઊતરી આવેલી શ્રુતિ છે; માટે અમારા ઉપદેશમાં કોઈ પણ જીવ અબ્રહ્મચારી નથી, કારણ કે કર્મ જ કર્મની અભિલાષા કરે છે એમ કહ્યું છે.
વળી, જે પરને હણે છે અને જે પરથી હણાય છે તે પ્રકૃતિ છે - એ અર્થમાં પરઘાતનામકર્મ . કહેવામાં આવે છે, તેથી અમારા ઉપદેશમાં કોઈ પણ જીવ ઉપઘાતક (હણનાર) નથી કારણ કે કર્મ જ કર્મને હણે છે એમ કહ્યું છે’’.
(આચાર્ય ભગવાન કહે છે કે :-) આ પ્રમાણે આવો સાંખ્યમતનો ઉપદેશ જે શ્રમણો (જૈન મુનિઓ) પ્રરૂપે છે તેમના મતમાં પ્રકૃતિ જ કરે છે અને આત્માઓ તો સર્વે અકારક છે એમ ઠરે છે !
અથવા (કર્તાપણાનો પક્ષ સાધવાને) જો તું એમ માને કે ‘મારો આત્મા પોતાના (દ્રવ્યરૂપ) આત્માને કરે છે’, તો એવું જાણનારનોતારો એમિથ્યાસ્વભાવ છે(અર્થાત્ એમ જાણવું તે તારો મિથ્યાસ્વભાવ છે); કારણ કે - સિદ્ધાંતમાં આત્માને નિત્ય, અસંખ્યાત-પ્રદેશી બતાવ્યો છે, તેનાથી તેને હીન-અધિક કરી શકાતો નથી; વળી વિસ્તારથી પણ જીવનું જીવરૂપ નિશ્ચયથી લોકમાત્ર જાણ; તેનાથી શું તે હીન અથવા અધિક થાય છે ? તો પછી (આત્મા) દ્રવ્યને (અર્થાત્ દ્રવ્યરૂપ આત્માને)કઈ રીતે કરે છે ?
અથવા જો ‘જ્ઞાયક ભાવ તો જ્ઞાનસ્વભાવે સ્થિત રહે છે’ એમ માનવામાં આવે, તો એમ પણ આત્મા પોતે પોતાના આત્માને કરતો નથી એમ ઠરે છે !
(આ રીતે કર્તાપણું સાધવા માટે વિવક્ષા પલટીને જે પક્ષ કહ્યો તે ઘટતો નથી.)
(આ પ્રમાણે, કર્મનો કર્તા કર્મ જ માનવામાં આવે તો સ્યાદ્વાદ સાથે વિરોધ આવે છે; માટે આત્માને અજ્ઞાન અવસ્થામાં કથંચિત્ પોતાના અજ્ઞાનભાવરૂપ કર્મનો કર્તા માનવો, જેથી સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી.)
केहिंचि दु पज्जएहिं विणस्सए णेव केहिंचि दु जीवो । जम्हा तम्हा कुब्वदि सो वा अण्णो व णेयंतो ॥ ३४५ ॥
केहिंचि दु पज्जएहिं विणस्सए णेव केहिंचि दु जीवो । जम्हा तम्हा वेददि सो वा अण्णो व णेयंतो ॥ ३४६ ॥