________________
૧૭૭ आदा णाणपमाणं णाणं णेयप्पमाणमुद्दिडं। णेयं लोयालोयं तम्हा गाणं तु सव्वगयं ॥ २३ ॥ જીવદ્રવ્ય જ્ઞાનપ્રમાણ ભાખ્યું, જ્ઞાન શેયપ્રમાણ છે;
ને શેય લોકાલોક, તેથી સર્વગત એ જ્ઞાન છે. ૨૩. અર્થ આત્મા જ્ઞાનપ્રમાણ છે; જ્ઞાન શેયપ્રમાણ કહ્યું છે. શેય લોકાલોક છે, તેથી જ્ઞાન સર્વગત (અર્થાત સર્વવ્યાપક) છે.
णाणप्पमाणमादा ण हवदि जस्सेह तस्स सो आदा। हीणो वा अहिओ वा णाणादो हवदि धुवमेव ॥२४॥ हीणो जदि सो आदा तण्णाणमचेदणं ण जाणादि। अहिओ वा णाणादो णाणेण विणा कहं णादि ॥ २५ ॥ जुगलं। જીવદ્રવ્ય જ્ઞાનપ્રમાણ નહિ એ માન્યતા છે જેહને, તેના મતે જીવ જ્ઞાનથી હીન કે અધિક અવશ્ય છે; ૨૪. જો હીન આત્મા હોય, નવ જાણે અચેતન જ્ઞાન એ,
ને અધિક જ્ઞાનથી હોય તો પણ જ્ઞાન ક્યમ જાણે અરે? ૨૫. અર્થ આ જગતમાં જેના મતમાં આત્મા જ્ઞાનપ્રમાણ નથી, તેના મતમાં તે આત્મા અવશ્ય જ્ઞાનથી હીન અથવા અધિક હોવો જોઈએ.
જો તે આત્મા જ્ઞાનથી હીન હોય તો જ્ઞાન અચેતન થવાથી જાણે નહિ, અને જો (આત્મા)શાનથી અધિક હોય તો (તે આત્મા) જ્ઞાન વિના કેમ જાણે?
सव्वगदो जिणवसहो सब्वे वि य तग्गया जगदि अट्ठा। णाणमयादो य जिणो विसयादो तस्स ते भणिया॥२६॥ છે સર્વગત જિનવર અને સૌ અર્થ જિનવરપ્રાપ્ત છે,
જિન જ્ઞાનમય ને સર્વ અર્થો વિષય જિનના હોઈને. ૨૬. અર્થ જિનવર સર્વગત છે અને જગતના સર્વ પદાર્થો જિનવરગત (જિનવરમાં પ્રાપ્ત) છે; કારણ કે જિન જ્ઞાનમય છે અને સર્વ પદાર્થો જ્ઞાનના વિષય હોવાથી જિનના વિષય કહેવામાં આવ્યા છે.
णाणं अप्प त्ति मदं वट्टदिणाणं विणा ण अप्पाणं। तम्हा णाणं अप्पा अप्पा णाणं व अण्णं वा॥२७॥