________________
૧૭૫ उवओगविसुद्धो जो विगदावरणंतरायमोहरओ। भूदो सयमेवादा जादि पारं णेयभूदाणं ॥ १५ ॥ જે ઉપયોગવિશુદ્ધ તે મોહાદિઘાતિરજ થકી
સ્વયમેવ રહિત થયો થકો શેયાન્તને પામે સહી. ૧૫. અર્થ : જે ઉપયોગવિશુદ્ધ (અર્થાત્ શુદ્ધોપયોગી) છે, તે આત્મા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય અને મોહરૂપ રજથી રહિત સ્વયમેવ થયો થકો શેયભૂત પદાર્થોના પારને પામે છે.
तह सो लद्धसहावो सव्वण्हू सव्वलोगपदिमहिदो। भूदो सयमेवादा हवदि सयंभु त्ति णिहिट्ठो ॥१६॥ સર્વજ્ઞ, લબ્ધસ્વભાવને ત્રિજગંદ્રપૂજિત એ રીતે,
સ્વયમેવ જીવ થયો થકો તેને સ્વયંભૂ જનો કહે. ૧૬ અર્થ એ રીતે તે આત્મા સ્વભાવને પામેલો, સર્વજ્ઞ અને સર્વ (ત્રણે) લોકના અધિપતિઓથી પૂજિત સ્વયમેવ
થયો હોવાથી ‘સ્વયંભૂ’ છે એમ જિનેન્દ્રદેવે કહ્યું છે. ૧. સર્વ લોકના અધિપતિઓ = ત્રણે લોકના સ્વામીઓ - સુરેન્દ્રો, અસુરેન્દ્રો ને ચક્રવતઓ.
भंगविहीणो य भवो संभवपरिवज्जिदो विणासो हि। विजदि तस्सेव पुणो ठिदिसंभवणाससमवाओ॥१७॥ વ્યયહીન છે ઉત્પાદ ને ઉત્પાદહીન વિનાશ છે
તેને જ વળી ઉત્પાદધ્રૌવ્યવિનાશનો સમવાય છે. ૧૭. અર્થ તેને (-શુદ્ધાત્મસ્વભાવને પામેલા આત્માને) વિનાશ રહિત ઉત્પાદ છે અને ઉત્પાદ રહિત વિનાશ છે. તેને જ વળી સ્થિતિ, ઉત્પાદ અને વિનાશનો સમવાય (-મેળાપ, એકઠાપણું) છે.
उप्पादो य विणासो विजदि सव्वस्स अट्ठजादस्स। पज्जाएण दु केणवि अट्ठो खलु होदि सब्भूदो ॥१८॥ ઉત્પાદ તેમ વિનાશ છે સૌ કોઈ વસ્તુમાત્રને,
વળી કોઈ પર્યયથી દરેક પદાર્થ છે સદ્ભૂત ખરે. ૧૮. અર્થ કોઈ પર્યાયથી ઉત્પાદ અને કોઈ પર્યાયથી વિનાશ સર્વ પદાર્થમાત્રને હોય છે; વળી કોઈ પર્યાયથી પદાર્થ
ખરેખર ધ્રુવ છે.