________________
૧૮૪ તે અર્થરૂપ ન પરિણમે જીવ, નવ ગ્રહે, નવ ઊપજે,
સૌ અર્થને જાણે છતાં, તેથી અબંધક જિન કહે. પર. અર્થ (કેવળજ્ઞાની) આત્મા પદાર્થોને જાણતો હોવા છતાં તે-રૂપે પરિણમતો નથી, તેમને ગ્રહતો નથી અને તે પદાર્થોરૂપે ઉત્પન્ન થતો નથી તેથી અબંધક કહ્યો છે.
अत्थि अमुत्तं मुत्तं अदिदियं इंदियं च अत्थेसु। णाणं च तहा सोक्खं जं तेसु परं च तं णेयं ॥५३॥ અર્થોનું જ્ઞાન અમૂર્ત, મૂર્ત, અતીદ્રિને ઐયિ છે,
છે સુખ પણ એવું જ, ત્યાં પરધાન જે તે ગ્રાહ્ય છે. ૫૩. અર્થ પદાર્થો સંબંધી જ્ઞાન અમૂર્ત કે મૂર્તિ, અતીન્દ્રિય કે ઐન્દ્રિય હોય છે, અને એ જ પ્રમાણે (અમૂર્ત કે મૂર્ત, અતીન્દ્રિય કે ઍન્દ્રિય) સુખ હોય છે. તેમાં જે પ્રધાન-ઉત્કૃષ્ટ છે તે ઉપાદેયપણે જાણવું.
जंपेच्छदो अमुत्तं मुत्तेसु अदिदियं च पच्छण्णं। सयलं सगं च इदरं तं गाणं हवदि पच्चक्खं ॥५४॥ દેખે અમૂર્તિક, મૂર્તમાંય અતીદ્રિને, પ્રચ્છન્નને,
તે સર્વને-પર કે સ્વકીયો, જ્ઞાન તે પ્રત્યક્ષ છે. ૫૪. અર્થ દેખનારનું જે જ્ઞાન અમૂર્તને, મૂર્ત પદાર્થોમાં પણ અતીન્દ્રિયને, અને પ્રચ્છન્નને એ બધાયને સ્વ તેમ જ પરને દેખે છે, તે જ્ઞાન પ્રત્યક્ષ છે.
जीवो सयं अमुत्तो मुत्तिगदो तेण मुत्तिणा मुत्तं। ओगेण्हित्ता जोग्गं जाणदि वा तं ण जाणादि॥५॥ પોતે અમૂર્તિક જીવ મૂર્તશરીરગત એ મૂર્તથી,
કદી યોગ્ય મૂર્તિ અવગ્રહી જાણે, કદીક જાણે નહીં. ૫૫. અર્થ સ્વયં અમૂર્ત એવો જીવ મૂર્ત શરીરને પ્રાપ્ત થયો થકો તે મૂર્ત શરીર વડે યોગ્ય મૂર્ત પદાર્થને અવગ્રહીને
(-ઇન્દ્રિયગ્રહણયોગ્ય મૂર્ત પદાર્થનો અવગ્રહ કરીને) તેને જાણે છે અથવા નથી જાણતો (-કોઈ વાર જાણે છે અને કોઈ વાર નથી જાણતો). ૧. મતિજ્ઞાનથી કોઈ પદાર્થને જાણવાની શરૂઆત થતાં પ્રથમ જ અવગ્રહ થાય છે કારણ કે મતિજ્ઞાન અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા - એ કમથી જાણે છે.