________________
૧૮૯
(શુદ્ધોપયોગથી વિલક્ષણ - અશુદ્ધ) ઉપયોગ શુભ અને અશુભ - બે પ્રકારનો કઈ રીતે છે ? (અર્થાત્
નથી.)
कुलीसाउहचकधरा सुहोवओगप्पगेहिं भोगेहिं । देहादीणं विद्धिं करेंति सुहिदा इवाभिरदा ॥ ७३ ॥
ચક્રી અને દેવેદ્ર શુભ-ઉપયોગમૂલક ભોગથી પુષ્ટિ કરે દેહાદિની, સુખી સમ દીસે અભિરત રહી. ૭૩.
અર્થ : વજ્રધરો અને ચક્રધરો (-ઇન્દ્રો અને ચક્રવર્તીઓ) શુભોપયોગમૂલક (પુણ્યોના ફળરૂપ) ભોગો વડે દેહાદિની પુષ્ટિ કરે છે અને (એ રીતે) ભોગોમાં રત વર્તતા થકા સુખી જેવા ભાસે છે (માટે પુણ્યો વિદ્યમાન છે ખરાં).
जदि संति हि पुण्णाणि य परिणामसमुब्भवाणि विविहाणि । जणयंति विसयतण्हं जीवाणं देवदंताणं ॥७४॥ પરિણામજન્ય અનેકવિધ જો પુણ્યનું અસ્તિત્વ છે, તો પુણ્ય એ દેવાન્ત જીવને વિષયતૃષ્ણોદ્ભવ કરે. ૭૪.
અર્થ : (પૂર્વોક્ત ૨ તે) જો (શુભોપયોગરૂપ) પરિણામથી ઊપજતાં વિવિધ પુણ્યો વિદ્યમાન છે, તો તેઓ દેવો સુધીના જીવોને વિષયતૃષ્ણા ઉત્પન્ન કરે છે.
पुण उदिता दुहिदा तण्हाहिं विसयसोक्खाणि । इच्छंति अणुभवंति य आमरणं दुक्खसंतत्ता ॥ ७५ ॥
તે ઉદિતતૃષ્ણ જીવો, દુઃખિત તૃષ્ણાથી, વિષયિક સુખને ઇચ્છે અને આમરણ દુઃખસંતમ તેને ભોગવે. ૭૫.
અર્થ :વળી, જેમને તૃષ્ણા ઉદિત છે એવા તે જીવો તૃષ્ણાઓ વડે દુઃખી વર્તતા થકા, મરણપર્યંત વિષયસુખોને ઇચ્છે છે અને દુઃખથી સંતમ થયા થકા (-દુઃખદાહને નહિ સહી શકતા થકા) તેમને ભોગવે છે.
सपरं बाधासहिदं विच्छिण्णं बंधकारणं विसमं ।
जं इंदिएहिं लद्धं तं सोक्खं दुक्खमेव तहा ॥ ७६ ॥
પરયુક્ત, બાધાસહિત, ખંડિત, બંધકારણ, વિષમ છે; જે ઇંદ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુઃખ જ ખરે. ૭૬.
અર્થ : જે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે, તે સુખ પરના સંબંધવાળું, બાધાસહિત, વિચ્છિન્ન, બંધનું કારણ અને વિષમ છે; એ રીતે તે દુઃખ જ છે.