________________
૧૯૦ ण हि मण्णदि जो एवं णत्थि विसेसो पुण्णपावाणं। हिंडदि घोरमपारं संसारं मोहसंछण्णो ॥ ७७॥ નહિ માનતો - એ રીત પુણ્ય પાપમાં ન વિશેષ છે,
તે મોહથી આચ્છન્ન ઘોર અપાર સંસારે ભમે. ૭૭. અર્થ એ રીતે પુણ્ય અને પાપમાં તફાવત નથી એમ જે નથી માનતો, તે મહાચ્છાદિત વર્તતો કાકો ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે.
एवं विदिदत्यो जो दव्वेसु ण रागमेदि दोसं वा। उवओगविसुद्धो सो खवेदि देहुब्भवं दुक्खं ॥ ७८॥ વિદિતાર્થ એ રીત, રાગદ્વેષ લહેન જે દ્રવ્યો વિષે,
શુદ્ધોપયોગી જીવ તે ક્ષય દેહગત દુઃખનો કરે. ૭૮. અર્થ એ રીતે વસ્તુસ્વરૂપ જાણીને જે દ્રવ્યો પ્રત્યે રાગ કે દ્વેષને પામતો નથી, તે ઉપયોગવિશુદ્ધ વર્તતો થકો દેહોત્પન્ન દુઃખનો ક્ષય કરે છે.
चत्ता पावारंभं समुट्ठिदो वा सुहम्मि चरियम्मि। ण जहदि जदि मोहादी ण लहदि सो अप्पगं सुद्धं ॥ ७९ ॥ જીવ છોડી પાપારંભને શુભ ચરિતમાં ઉઘત ભલે,
જો નવ તજે મોહાદિને તો નવ લહે શુદ્ધાત્મને. ૭૯. અર્થ પાપારંભ છોડીને શુભ ચારિત્રમાં ઉઘત હોવા છતાં જો જીવ મોહાદિકને છોડતો નથી, તો તે શુદ્ધ આત્માને પામતો નથી.
जो जाणदि अरहंतं दव्वत्तगुणत्तपज्जयत्तेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ॥८॥ જે જાણતો અહંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ૮૦. અર્થ : જે અહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે પોતાના આત્માને જાણે છે અને તેનો
મોહ અવશ્ય લય પામે છે.