________________
૧૮૭ વિષયો વિષે રતિ જેમને, દુખ છે સ્વભાવિક તેમને;
જો તે ન હોય સ્વભાવ તો વ્યાપાર નહિ વિષયો વિષે. ૬૪. અર્થ : જેમને વિષયોમાં રતિ છે, તેમને દુઃખ સ્વાભાવિક જાણો; કારણ કે જો દુઃખ (તેમનો) સ્વભાવન હોય તો વિષયાર્થે વ્યાપાર ન હોય.
पप्पा इढे विसये फासेहिं समस्सिदे सहावेण। परिणममाणो अप्पा सयमेव सुहं ण हवदि देहो ॥६५॥ ઇન્દ્રિયસમાશ્રિત ઇષ્ટ વિષયો પામીને, નિજ ભાવથી
જીવ પ્રણમતો સ્વયમેવ સુખરૂપ થાય, દેહ થતો નથી. ૬૫. અર્થ સ્પર્શનાદિક ઇન્દ્રિયો જેમનો આશ્રય કરે છે એવા ઈષ્ટ વિષયોને પામીને (પોતાના અશુદ્ધ) સ્વભાવે પરિણમતાં થકો આત્મા સ્વયમેવ સુખરૂપ (ઇન્દ્રિયસુખરૂપ) થાય છે, દેહ સુખરૂપ થતો નથી.
एगंतेण हि देहो सुहं ण देहिस्स कुणदि सग्गे वा। विसयवसेण दु सोक्खं दुक्खं वा हवदि सयमादा॥६६॥ એકાંતથી સ્વર્ગીય દેહ કરે નહીં સુખ દેહીને,
પણ વિષયવશ સ્વયમેવ આત્મા સુખ ના દુઃખ થાય છે. ૬૬. અર્થ : એકાંતે અર્થાત નિયમથી સ્વર્ગમાં પણ દેહ દેહીને (-આત્માને) સુખ કરતો નથી, પરંતુ વિષયોના વિશે સુખ અથવા દુઃખરૂપ સ્વયં આત્મા થાય છે.
तिमिरहरा जइ दिट्ठी जणस्स दीवेण णत्थि कायव्वं । तह सोक्खं सयमादा विसया किं तत्थ कुव्वंति॥६७॥ જો દષ્ટિ પ્રાણીની તિમિરહર, તો કાર્ય છે નહિ દીપથી;
જ્યાં જીવ સ્વયં સુખ પરિણમે, વિષયો કરે છે શું તહીં? ૬૭. અર્થ જો પ્રાણીની દષ્ટિ તિમિરનાશક હોય તો દીવાથી કાંઈ પ્રયોજન નથી અર્થાત્ દીવો કાંઈ કરતો નથી, તેમ જ્યાં આત્મા સ્વયં સુખરૂપ પરિણમે છે ત્યાં વિષયો શું કરે છે ?
सयमेव जहादिच्चो तेजो उण्हो य देवदा णभसि। सिद्धो वि तहा णाणं सुहं च लोगे तहा देवो॥६८॥