________________
૧૮૫ फासो रसो य गंधो वण्णो सद्दो य पोग्गला होति। अक्खाणं वे अक्खा जुगवं ते णेव गेण्हंति॥५६॥ રસ, ગંધ, સ્પર્શ વળી વરણ ને શબ્દ જે પૌદ્ગલિક તે
છે ઇંદ્રિવિષયો, તેમનેય ન ઇંદ્રિયો યુગપદ ગ્રહે. ૫૬. અર્થ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ - કે જેઓ પુદ્ગલ છે તેઓ - ઇન્દ્રિયોના વિષયો છે. (પરંતુ) તે ઇન્દ્રિયો તેમને (પણ) યુગપ ગ્રહતી (જાણતી) નથી.
परदव्वं ते अक्खा णेव सहावो त्ति अप्पणो भणिदा।। उवलद्धं तेहि कधं पच्चक्खं अप्पणो होदि॥५७॥ તે ઇન્દ્રિયો પરદ્રવ્ય, જીવસ્વભાવ ભાખી ન તેમને,
તેનાથી જે ઉપલબ્ધ તે પ્રત્યક્ષ કઈ રીતે જીવને? ૧૭. અર્થ તે ઇન્દ્રિયો પરદ્રવ્ય છે, તેમને આત્માના સ્વભાવરૂપ કહી નથી, તેમના વડે જણાયેલું આત્માને પ્રત્યક્ષ કઈ રીતે હોય?
जं परदो विण्णाणं तं तु परोक्खं ति भणिदमटेसु। जदि केवलेण णादं हवदि हि जीवेण पच्चक्खं ॥५८॥ અર્થો તણું જે જ્ઞાન પરતઃ થાય તેહ પરોક્ષ છે;
જીવમાત્રથી જ જણાય જો, તો જ્ઞાન તે પ્રત્યક્ષ છે. ૫૮. અર્થ પર દ્વારા થતું જે પદાર્થો સંબંધી વિજ્ઞાન તે તો પરોક્ષ કહેવામાં આવ્યું છે, જો કેવળ જીવ વડે જ જાણવામાં આવે તો તે જ્ઞાન પ્રત્યક્ષ છે.
जादं सयं समंतं णाणमणंतत्थवित्थडं विमलं। रहिदं तु ओग्गहादिहिं सुहं ति एगतियं भणिदं ॥५९॥ સ્વયમેવ જાત, સમત, અર્થ અનંતમાં વિસ્તૃત ને
અવગ્રહ-ઈહાદિ રહિત, નિર્મળ જ્ઞાન સુખ એકાંત છે. ૫૯. અર્થ સ્વયં (પોતાથી જ) ઊપજતું, સમંત (અર્થાત્ સર્વ પ્રદેશથી જાણતું), અનંત પદાર્થોમાં વિસ્તૃત, વિમળ અને અવગ્રહાદિથી રહિત એવું જ્ઞાન એકાંતિક સુખ છે એમ (સર્વજ્ઞદેવે કહ્યું છે.
जं केवलं ति णाणं तं सोक्खं परिणमं च सो चेव। खेदो तस्स ण भणिदो जम्हा घादी खयं जादा॥६०॥