________________
૧૮૨
ठाणणिसेज्जविहारा धम्मुवदेसो य णियदयो तेसिं । अरहंताणं काले मायाचारो व्व इत्थीणं ॥ ४४ ॥ ધર્મોપદેશ, વિહાર, આસન, સ્થાન શ્રી અર્હતને, વર્તે સહજ તે કાળમાં, માયાચરણ જ્યમ નારીને. ૪૪.
અર્થ : તે અર્હત ભગવંતોને તે કાળે ઊભા રહેવું, બેસવું, વિહાર અને ધર્મોપદેશ, સ્ત્રીઓને માયાચારની માફક, સ્વાભાવિક જ-પ્રયત્ન વિના જ-હોય છે.
पुण्णफला अरहंता तेसिं किरिया पुणो हि ओदइया ।
मोहादीहिं विरहिया तम्हा सा खाइग त्ति मदा ॥ ४५ ॥
છે પુણ્યફળ અર્હત, ને અદ્વૈતકિરિયા ઉદયિકી;
મોહાદિથી વિરહિત તેથી તે ક્રિયા ક્ષાયિક ગણી. ૪૫
અર્થ : અદ્ભુતભગવંતો પુણ્યના ફળવાળા છે અને તેમની ક્રિયા ઔદયિકી છે; મોહાદિકથી રહિત છે તેથી તે ક્ષાયિકી માનવામાં આવી છે.
सो सुहव असुण हवदि आदा सयं सहावेण ।
संसारो विण विज्जदि सव्वेसिं जीवकायाणं ॥ ४६ ॥
આત્મા સ્વયં નિજ ભાવથી જો શુભ-અશુભ બને નહીં,
તો સર્વ જીવનિકાયને સંસાર પણ વર્તે નહીં! ૪૬.
અર્થ : જો એમ માનવામાં આવે કે આત્મા સ્વયં સ્વભાવથી (-પોતાના ભાવથી) શુભ કે અશુભ થતો નથી (અર્થાત્ શુભાશુભ ભાવે પરિણમતો જ નથી) તો સર્વ જીવનિકાયોને સંસાર પણ વિદ્યમાન નથી એમ ઠરે !
जं तक्कालियमिदरं जाणदि जुगवं समंतदो सव्वं ।
अत्थं विचित्तविसमं तं णाणं खाइयं भणियं ॥ ४७ ॥
સૌ વર્તમાન-અવર્તમાન, વિચિત્ર, વિષમ પદાર્થને
યુગપદ સરવતઃ જાણતું, તે જ્ઞાન ક્ષાયિક જિન કહે. ૪૭.
અર્થ : જે જ્ઞાન યુગપદ્ સર્વતઃ (સર્વ આત્મપ્રદેશેથી) તાત્કાલિક કે અતાત્કાલિક, વિચિત્ર(-અનેક પ્રકારના) અને વિષમ (મૂર્ત, અમૂર્ત આદિ અસમાન જાતિના) સર્વ પદાર્થોને જાણે છે, તે જ્ઞાનને ક્ષાયિક કહ્યું છે.
जो ण विजाणदि जुगवं अत्थे तिक्कालिगे तिहुवणत्थे ।
णादुं तस्स ण सक्कं सपज्जयं दव्वमेगं वा ॥ ४८ ॥