________________
૧૮૦ અર્થ જે જાણે છે તે જ્ઞાન છે (અર્થાત્ જે જ્ઞાયક છે તે જ જ્ઞાન છે), જ્ઞાન વડે આત્મા જ્ઞાયક છે એમ નથી. પોતે જ જ્ઞાનરૂપે પરિણમે છે અને સર્વ પદાર્થો જ્ઞાન સ્થિત છે.
तम्हा णाणं जीवो णेयं दव्वं तिहा समक्खादं। दव्वं ति पुणो आदा परं च परिणामसंबद्धं ॥ ३६॥ છે જ્ઞાન તેથી જીવ, શેય ત્રિધા કહેલું દ્રવ્ય છે;
એ દ્રવ્ય પરને આતમા, પરિણામસંયુતે જેહ છે. ૩૬. અર્થ તેથી જીવ જ્ઞાન છે અને શેય ત્રિધા વર્ણવવામાં આવેલું (ત્રિકાળસ્પર્શ) દ્રવ્ય છે. (એ શેયભૂત) દ્રવ્ય એટલે આત્મા (સ્વાત્મા) અને પર કે જેઓ પરિણામવાળા છે.
तकालिगेव सव्वे सदसब्भूदा हि पज्जया तासिं। वटुंते ते णाणे विसेसदो दव्वजादीणं ॥ ३७॥ તે દ્રવ્યના સદ્ભૂત-અદ્ભુત પર્યયો સૌ વર્તતા,
તત્કાળના પર્યાય જેમ, વિશેષપૂર્વક જ્ઞાનમાં. ૩૭. અર્થ તે (જીવાદિ) દ્રવ્યજાતિઓના સમસ્ત વિદ્યમાન અને અવિદ્યમાન પર્યાયો, તાત્કાળિક (વર્તમાન) પર્યાયોની માફક, વિશિષ્ટતાપૂર્વક (પોતપોતાના ભિન્ન ભિન્ન સ્વરૂપે) જ્ઞાનમાં વર્તે છે.
जेणेव हि संजाया जे खलु णट्ठा भवीय पज्जाया। ते होंति असन्भूदा पज्जाया णाणपञ्चक्खा ॥ ३८॥ જે પર્યયો અણજાત છે, વળી જન્મીને પ્રવિનટ જે,
તે સૌ અસભૂત પર્યયો પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે. ૩૮. અર્થ : જે પર્યાયો ખરેખર ઉત્પન્ન થયા નથી, તથા જે પર્યાયો ખરેખર ઉત્પન્ન થઈને નાશ પામી ગયા છે, તે અવિદ્યમાન પર્યાયો જ્ઞાનપ્રત્યક્ષ છે.
जदि पच्चक्खमजायं पज्जायं पलयिदं च णाणस्स। ण हवदि वा तं णाणं दिव्यं ति हि के परूवेंति ॥ ३९॥ જ્ઞાને અજાત-વિનષ્ટ પર્યાયો તણી પ્રત્યક્ષતા,
નવ હોય જો, તો જ્ઞાનને એ ‘દિવ્ય” કોણ કહે ભલા? ૩૯. અર્થ : જો અનુત્પન્ન પર્યાય તથા નષ્ટ પર્યાય જ્ઞાન(કેવળજ્ઞાન)ને પ્રત્યક્ષ ન હોય તો તે જ્ઞાનને 'દિવ્ય કોણ પ્રરૂપે?