________________
૧૮૧ अत्थं अक्खणिवदिदं ईहापुव्वेहिं जे विजाणंति। तेसिं परोक्खभूदं णादुमसकं ति पण्णत्तं ॥४०॥ ઇહાદિપૂર્વક જાણતા જે અક્ષપતિત પદાર્થને,
તેને પરોક્ષ પદાર્થ જાણવું શક્ય ના-જિનજી કહે. ૪૦. અર્થ જેઓ અક્ષરપતિત અર્થાત્ ઇન્દ્રિયગોચર પદાર્થને બહાદિક વડે જાણે છે, તેમને માટે 'પરોક્ષભૂત પદાર્થને
જાણવાનું અશક્ય છે એમ સર્વજ્ઞદેવે કહ્યું છે. ૧. પરોક્ષ = અક્ષથી પર અર્થાત્ અક્ષથી દૂર હોય એવું; ઇન્દ્રિય-અગોચર.
अपदेसं सपदेस मुत्तममुत्तं च पज्जयमजादं। पलयं गदं च जाणदितं णाणमदिंदियं भणियं ॥४१॥ જે જાણતું અપ્રદેશને, સપ્રદેશ, મૂર્ત, અમૂર્તને,
પર્યાય નષ્ટ-અજાતને, ભાખ્યું અતીન્દ્રિય જ્ઞાન તે. ૪૧. અર્થ જે જ્ઞાન અપ્રદેશને, સપ્રદેશને, મૂર્તિને અને અમૂર્તિને તથા અનુત્પન્ન તેમ જ નષ્ટ પર્યાયને જાણે છે, તે જ્ઞાન અતીન્દ્રિય કહેવામાં આવ્યું છે.
परिणमदि णेयमढें णादा जदि णेव खाइगं तस्स। णाणं ति तं जिणिंदा खवयंतं कम्ममेवुत्ता॥४२॥ જો શેય અર્થે પરિણમે જ્ઞાતા, ન ક્ષાયિક જ્ઞાન છે;
તે કર્મને જ અનુભવે છે એમ જિનદેવો કહે. ૪૨. અર્થ જ્ઞાતા જો શેય પદાર્થરૂપે પરિણમતો હોય તો તેને ક્ષાયિકજ્ઞાન નથી જ જિનેન્દ્રોએ તેને કર્મને અનુભવનાર કહ્યો છે.
उदयगदा कम्मंसा जिणवरवसहेहिं णियदिणा भणिया। . तेसु विमूढो रत्तो दुट्ठो वा बंधमणुभवदि॥४३॥ ભાખ્યાં જિને કર્મો ઉદયગત નિયમથી સંસારીને,
તે કર્મ હોતાં મોહી-રાગી-દ્વેષી બંધ અનુભવે. ૪૩. અર્થ (સંસારી જીવને) ઉદયપ્રાપ્ત કશો (જ્ઞાનાવરણીયાદિ પુલકર્મના ભેદો) નિયમથી જિનવરવૃષભોએ
કહ્યા છે. જીવ તે કર્મોશો હોતાં, મોહી, રાગી અથવા કેવી થયો થકો બંધને અનુભવે છે.