________________
૧૭૮
છે જ્ઞાન આત્મા જિનમતે; આત્મા વિના નહિ જ્ઞાન છે,
તે કારણે છે જ્ઞાન જીવ, જીવ જ્ઞાન છે વા અન્ય છે. ૨૭. અર્થ જ્ઞાન આત્મા છે એમ જિનદેવનો મત છે. આત્મા વિના બીજા કોઈ દ્રવ્યમાં) જ્ઞાન હોતું નથી તેથી જ્ઞાન આત્મા છે; અને આત્મા તો (જ્ઞાનગુણ દ્વારા) જ્ઞાન છે અથવા (સુખાદિ અન્ય ગુણ દ્વારા) અન્ય છે.
णाणी णाणसहावो अट्ठा णेयप्पगा हि णाणिस्स। रूवाणि व चक्खूणं णेवाण्णोण्णेसु वटुंति ॥२८॥ છે “જ્ઞાની” જ્ઞાનસ્વભાવ, અર્થો શેયરૂપ છે 'જ્ઞાની'ના,
જ્યમ રૂપ છે નેત્રો તણાં, નહિ વર્તતા અન્યોન્યમાં. ૨૮. અર્થ આત્મા જ્ઞાનસ્વભાવ છે અને પદાર્થો આત્માના શેયસ્વરૂપ છે, જેમ રૂપ (-રૂપી પદાર્થો) નેત્રોના શેય છે તેમ. તેઓ એકબીજામાં વર્તતા નથી.
ण पविट्ठो णाविट्ठो णाणी णेयेसु रूवमिव चक्खू। जाणदि पस्सदि णियदं अक्खातीदो जगमसेसं ॥ २९॥ શેયે પ્રવિષ્ટન, અણપ્રવિટ ન, જાણતો જગ સર્વને
નિત્યે અતીન્દ્રિય આતમાં, જ્યમ નેત્ર જાણે રૂપને. ૨૯. અર્થ જેવી રીતે ચક્ષુ રૂપને (યોમાં અપ્રવેશેલું રહીને તેમ જ અપ્રવેશેલું નહિ રહીને જાણે-દેખે છે) તેવી રીતે
આત્મા ઇન્દ્રિયાતીત થયો થકો અશેષ જગતને (-સમસ્ત લોકાલોકને) જોયોમાં અપ્રવિષ્ટ રહીને તેમ જ અપ્રવિષ્ટ નહિ રહીને નિરંતર જાણે-દેખે છે.
रयणमिह इंदणीलं दुद्धज्झसियं जहा सभासाए। अभिभूय तं पि दुद्धं वट्टदि तह णाणमढेसु ॥ ३०॥ જ્યમ દૂધમાં સ્થિત ઇંદ્રનીલમણિ સ્વકીય પ્રભા વડે
દૂધને વિષે વ્યાપી રહે, ત્યમ જ્ઞાન પણ અર્થો વિષે. ૩૦. અર્થ :જેમ આ જગતને વિષે દૂધમાં રહેલું ઇન્દ્રનીલ રત્ન પોતાની પ્રભા વડે તે દૂધમાં વ્યાપીને વર્તે છે, તેમ જ્ઞાન (અર્થાત્ જ્ઞાતૃદ્રવ્ય) પદાર્થોમાં વ્યાપીને વર્તે છે.
जदि ते ण संति अट्ठा णाणे णाणं ण होदि सव्वगयं । सव्वगयं वा णाणं कहं ण णाणट्ठिया अट्ठा ॥३१॥