________________
૧૭૬
पक्खीणघादिकम्मो अणंतवरवीरिओ अहियतेजो। जादो अदिदिओ सो णाणं सोक्खं च परिणमदि॥१९॥ પ્રક્ષીણઘાતિકર્મ, અનહદવીર્ય, અધિક પ્રકાશ ને
ઇંદ્રિય-અતીત થયેલ આત્મા જ્ઞાનસૌને પરિણમે. ૧૯. અર્થ : જેના ઘાતિકર્મો ક્ષય પામ્યાં છે, જે અતીન્દ્રિય થયો છે, અનંત જેનું ઉત્તમ વીર્ય છે અને અધિક જેનું
(કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ) તેજ છે એવો તે (સ્વયંભૂ આત્મા) જ્ઞાન અને સુખરૂપે પરિણમે છે. ૧. અધિક = ઉત્કૃષ્ટ, અસાધારણ, અત્યંત.
सोक्खं वा पुण दुक्खं केवलणाणिस्स णत्थि देहगदं। जम्हा अदिदियत्तं जादं तम्हा दु तं णेयं ॥२०॥ કંઈ દેહગત નથી સુખ કે નથી દુઃખકેવળજ્ઞાનીને,
જેથી અતીન્દ્રિયતા થઈ તે કારણે એ જાણજે. ૨૦. અર્થ કેવળજ્ઞાનીને શરીર સંબંધી સુખ કે દુઃખ નથી. કારણ કે અતીન્દ્રિયપણું થયું છે તેથી એમ જાણવું.
परिणमदो खलु णाणं पच्चक्खा सव्वदव्वपज्जाया। सो णेव ते विजाणदि उग्गहपुव्वाहिं किरियाहिं ॥२१॥ પ્રત્યક્ષ છે સૌ દ્રવ્યપર્યય જ્ઞાન-પરિણમનારને;
જાણે નહીં તે તેમને અવગ્રહ-ઇહાદિ ક્રિયા વડે. ૨૧. અર્થ ખરેખર જ્ઞાનરૂપે (કેવળજ્ઞાનરૂપે) પરિણમતા કેવળીભગવાનને સર્વ દ્રવ્ય-પર્યાયો પ્રત્યક્ષ છે; તે તેમને અવગ્રહ આદિ ક્રિયાઓથી નથી જાણતા.
णत्थि परोक्खं किंचि वि समंत सव्वक्खगुणसमिद्धस्स। अक्खातीदस्स सदा सयमेव हि णाणजादस्स ॥२२॥ ન પરોક્ષ કંઈ પણ સર્વત સર્વાક્ષગુણસમૃદ્ધને,
ઈદ્રિય-અતીત સંદેવ ને સ્વયમેવ જ્ઞાન થયેલને. ૨૨. અર્થ જે સદા ઈન્દ્રિયાતીત છે, જે સર્વ તરફથી (-સર્વ આત્મપ્રદેશ) સર્વ ઇન્દ્રિયગુણો વડે સમૃદ્ધ છે અને જે
સ્વયમેવ જ્ઞાનરૂપ થયેલા છે, તે કેવળીભગવાનને કાંઈ પણ પરોક્ષ નથી.