________________
૧૭૩
અર્થ : જીવને દર્શનજ્ઞાનપ્રધાન ચારિત્રથી દેવેન્દ્ર, અસુરેન્દ્ર ને નરેન્દ્રના વૈભવો સહિત નિર્વાણ પ્રાપ્ત થાય છે. (જીવને સરાગચારિત્રથી દેવેન્દ્ર વગેરેના વૈભવની અને વીતરાગચારિત્રથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે.) चारित्तं खलु धम्मो धम्मो जो सो समो ति णिद्दिट्ठो । मोहक्खोहविहीणो परिणामो अप्पणो हु समो ॥ ७ ॥ ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે; ને સામ્ય જીવનો મોહક્ષોભવિહીન નિજ પરિણામ છે. ૭.
અર્થ : ચારિત્ર ખરેખર ધર્મ છે. જે ધર્મ છે તે સામ્ય છે એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. સામ્ય મોહક્ષોભરહિત એવો આત્માનો પરિણામ (ભાવ) છે.
परिणमदि जेण दव्वं तक्कालं तम्मयं ति पण्णत्तं । तम्हा धम्मपरिणदो आदा धम्मो मुणेयव्वो ॥ ८ ॥ જે ભાવમાં પ્રણમે દરવ, તે કાળ તન્મય તે કહ્યું; જીવદ્રવ્ય તેથી ધર્મમાં પ્રણમેલ ધર્મ જ જાણવું. ૮.
અર્થ :દ્રવ્ય જે કાળ જે ભાવરૂપે પરિણમે છે તે કાળે તે-મય છે એમ (જિનેન્દ્રદેવે) કહ્યું છે; તેથી ધર્મપરિણત આત્મા ધર્મ જાણવો.
जीवो परिणमदि जदा सुहेण असुहेण वा सुहो असुहो । सुद्धेण तदा सुद्धो हवदि हि परिणामसब्भावो ॥ ९ ॥ શુભ કે અશુભમાં પ્રણમતાં શુભ કે અશુભ આત્મા બને, શુદ્ધે પ્રણમતાં શુદ્ધ, પરિણામસ્વભાવી હોઈને. ૯. અર્થ : જીવ, પરિણામસ્વભાવી હોવાથી, જ્યારે શુભ કે અશુભ ભાવે પરિણમે છે ત્યારે શુભ કે અશુભ (પોતે જ) થાય છે અને જ્યારે શુદ્ધ ભાવે પરિણમે છે ત્યારે શુદ્ધ થાય છે.
णत्थि विणा परिणामं अत्थो अत्थं विणेह परिणामो । दब्वगुणपज्जयत्थो अत्थो અચિત્તનિવૃત્તો।૨૦।।
પરિણામ વિણ ન પદાર્થ, ને ન પદાર્થ વિણ પરિણામ છે; ગુણ-દ્રવ્ય-પર્યયસ્થિત ને અસ્તિત્વસિદ્ધ પદાર્થ છે. ૧૦.
અર્થ ઃ આ લોકમાં પરિણામ વિના પદાર્થ નથી, પદાર્થ વિના પરિણામ નથી; પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં રહેલો અને (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમય) અસ્તિત્વથી બનેલો છે.