________________
૧૭૨ વળી શેષ તીર્થકર અને સૌ સિદ્ધ શુદ્ધાસ્તિત્વને, મુનિ જ્ઞાન-દગ-ચારિત્ર-તપ-વીર્યાચરણસંયુક્તને. ૨. તે સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને, વંદું વળી હું મનુષ્યક્ષેત્રે વર્તતા અહંતને. ૩. અહંતને, શ્રી સિદ્ધનેય નમસ્કરણ કરી એ રીતે, ગણધર અને અધ્યાપકોને, સર્વસાધુસમૂહને; ૪. તસુ શુદ્ધદર્શનજ્ઞાનમુખ્ય પવિત્ર આશ્રમ પામીને,
પ્રાપ્તિ કરું હું સામ્યની, જેનાથી શિવપ્રાપ્તિ બને. ૫. અર્થ આ હું સુરેન્દ્રો, અસુરેન્દ્રો અને નરેન્દ્રોથી જે વંદિત છે અને ઘાતિકર્મમળ જેમણે ધોઈ નાખેલ છે એવા તીર્થરૂપ અને ધર્મના કર્તા શ્રી વર્ધમાનસ્વામીને પ્રણમું છું
વળી 'વિશુદ્ધ સત્તાવાળા શેષ તીર્થકરોને સર્વ સિદ્ધભગવંતો સાથે, અને જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યાચારવાળા શ્રમણોને પ્રણમું છું.
તે તે સર્વને તથા મનુષ્યક્ષેત્રમાં વર્તતા અહંતોને સાથે સાથે - સમુદાયરૂપે અને પ્રત્યેક પ્રત્યેકને - વ્યક્તિગત વંદું છું.
એ રીતે અહંતોને અને સિદ્ધોને, આચાર્યોને, ઉપાધ્યાયવર્ગને અને સર્વસાધુઓને નમસ્કાર કરીને, તેમના વિશુદ્ધદર્શનજ્ઞાનપ્રધાન આશ્રમને પામીને હું સામ્યને પ્રાપ્ત કરું છું કે જેનાથી નિવાર્ણની પ્રાપ્તિ થાય છે. ૧. સુરેન્દ્રો = ઊર્ધ્વલોકવાસી દેવોના ઇન્દો. ૨. અસુરેન્દ્રો = અધોલોકવાસી દેવોના ઇન્દ્રો. ૩. નરેન્દ્રો = મધ્યલોકવાસી મનુષ્યોના અધિપતિઓ; રાજાઓ. ૪. સત્તા = અસ્તિત્વ. ૫. શ્રમણો = આચાર્યો, ઉપાધ્યાયો ને સાધુઓ. ૬. વિશુદ્ધદર્શનજ્ઞાનપ્રધાન = વિશુદ્ધદર્શન અને જ્ઞાન જેમાં પ્રધાન (મુખ્ય) છે એવા. ૭. સામ્ય = સમતા, સમભાવ.
संपज्जदि णिव्वाणं देवासुरमणुयरायविहवेहिं। जीवस्स चरित्तादो दंसणणाणप्पहाणादो॥६॥ સુર-અસુર-મનુજેન્દ્રો તણા વિભવો સહિત નિર્વાણની પ્રાપ્તિ કરે ચારિત્રથી જીવ જ્ઞાનદર્શનમુખ્યથી. ૬.