________________
૧૭૦
સ્વયં ગુણોમાં હીન છે અને ગુણાધિક શ્રમણ વડે પોતાનો વિનય કરાવવા ઇચ્છે છે, ત્યાં સ્વયં ગુણોમાં અધિક છે, પરંતુ હીન ગુણવાળા પ્રતિ વંદનીય ક્રિયા કરે છે - એ બન્ને ચારિત્રથી ભ્રષ્ટ જ છે અને અનંત સંસારમાં ભ્રમણ કરે છે. જે શાસનસ્થ શ્રમણોને જોઈને દ્વેષથી એમનો અપવાદ કરે છે અને સત્કારાદિ ક્રિયા નથી કરતો, એનું પણ ચારિત્ર ભ્રષ્ટ થાય છે.
જે જીવ સૂત્ર-અર્થ-પદોનો શાતા હોવા છતાં પણ લૌકિકજનોનો સાથ નથી છોડતો, એ સંયત નથી; કારણ કે લૌકિકજનોના સંપર્કથી સંયત પણ અસંયત થઈ જાય છે.
નિગ્રન્થ રૂપથી દીક્ષિત હોય, સંયમ-તપથી યુક્ત હોય, એ પણ જો ઐહિક (ન કરવા જેવા) કાર્યો કરતા હોય તો ‘લૌકિક' કહેવાય છે.
પ્રેરણા આપતાં આચાર્ય કહે છે કે જો શ્રમણ દુઃખોથી મુક્ત થવા માંગે છે તો એ સમાન ગુણવાળા અથવા અધિક ગુણવાળા શ્રમણો સાથે હંમેશા રહે, કારણ કે એનાથી હંમેશા ગુણોમાં વૃદ્ધિ થાય છે.
આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે શુભોપયોગી શ્રમણોનો અન્ય શ્રમણો, શ્રાવકો અને લૌકિકજનો પ્રત્યે કેવો વ્યવહાર હોય છે અને હોવો જોઈએ. આ વાત અહિંયા વ્યાવહારિકરૂપથી અત્યંત સ્પષ્ટ કરવામાં આવી છે.
૪) પંચરત્ન પ્રજ્ઞાપન અધિકાર ઃ પાંચ ગાથાઓવાળા આ અધિકારમાં ભ્રષ્ટ શ્રમણોને સંસારતત્ત્વ અને વીતરાગી સંતોને મોક્ષ અથવા મોક્ષના સાધનતત્ત્વ કહેવામાં આવ્યા છે. અને અંતમાં શુદ્ધોપયોગરૂપ ચારિત્ર ધારણ કરવાની પ્રેરણા આપવામાં આવી છે.
વસ્તુસ્વરૂપને અયથાર્થ ગ્રહણ કરવાવાળો શ્રમણાભાસી અનંતકાળ સુધી સંસારમાં રહેવાવાળો હોવાથી સંસારતત્ત્વ છે અને વસ્તુસ્વરૂપને સમ્યક્દાતા આત્માનુભવી પ્રશાંત શુદ્ધોપયોગી શ્રમણ જ સાક્ષાત્ મોક્ષતત્ત્વ છે. મોક્ષમાર્ગમાં વિચરણ કરવાવાળો હોવાથી એ જ મોક્ષમાર્ગરૂપ મોક્ષતત્ત્વનો સાધનતત્ત્વ છે.
અંતમાં એ શુદ્ધોપયોગી સંતોને નમસ્કાર કરતાં આ ગ્રંથના અભ્યાસનું ફળ બતાવતા આચાર્ય કહે છે આને જાણવાવાળો અલ્પકાળમાં જ શુદ્ધાત્માની પ્રાપ્તિ કરે છે, કારણ કે આમાં જિનેન્દ્ર ભગવાનના પ્રવચનનો સાર સંગૃહીત છે.
આ પ્રમાણે મૂળ ગ્રંથની સમાપ્તિ થાય છે. આના અંતમાં પરિશિષ્ટના રૂપમાં આચાર્ય અમૃતચંદ્રે ૪૭ નયોની ચર્ચા કરી છે.