________________
૧૬૯ પોતાના અને પરના જ્ઞાનથી શૂન્ય શ્રમણ કર્મોનો નાશ કેવી રીતે કરશે?
સામાન્યજન ઈન્દ્રિયચક્ષુ હોય છે, દેવ અવધિચક્ષુ હોય છે, સાધુ આગમચક્ષુ હોય છે અને સિદ્ધ ભગવાન સર્વત ચક્ષુ હોય છે. આગમચક્ષુ હોવાથી સાધુ બધું જ આગમરૂપી નેત્રોથી જુએ છે. જે શ્રમણની દૃષ્ટિ આગમાનુસાર નથી એ શ્રમણ સંયમી નથી, એટલે એની મુક્તિ સંભવ નથી.
જે કર્મ અજ્ઞાની લાખો-કરોડો ભવમાં નષ્ટ કરે છે, એ જ્ઞાની મન-વચન-કાયાની એકાગ્રતાથી - ઉચ્છવાસ માત્રમાં નષ્ટ કરે છે. પરંતુ જો શ્રમણને શરીરાદિ પ્રતિ પરમાણુમાત્ર પણ મૂચ્છે છે તો એ સર્વાગમનો ધારી હોવા છતાં પણ સિદ્ધને પ્રાપ્ત નથી થતો.
જે શ્રમણ પાંચ ઇન્દ્રિયોથી વિરક્ત, કષાયોને જીતવાવાળો, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિથી યુક્ત, દર્શન-જ્ઞાનથી પરિપૂર્ણ છે, એ શ્રમણ શત્રુ-મિત્ર, સુખ-દુઃખ, જીવન-મરણ, માટી-સોનામાં સામ્યભાવ રાખે છે.
આ પ્રમાણે જે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં યુગપટ્ટી આરૂઢ છે એ જ વાસ્તવિક શ્રમણ છે. ૩) શુભપયોગ પ્રજ્ઞાપન અધિકાર જો કે વાસ્તવિકમુનિધર્મતો શુદ્ધોપયોગ જ છે, તો પણ મુનિરાજોનો શુભોપયોગ પણ જોવામાં આવે છે. મુનિરાજોની ભૂમિકામાં શુભોપયોગ કેવા પ્રકારનો હોય છે આ વાતનું વિવેચન છે.
અરિહંતાદિ પ્રત્યે ભક્તિ અને પ્રવચનરત જીવો પ્રતિ વાત્સલ્ય શ્રમણોની શુભચર્યા છે. શ્રમણો પ્રતિ વંદન-વૈયાવૃત્યાદિ રાગચર્યા પણ શુભોપયોગી શ્રમણોમાં નિષેધ્ય નથી. આ પ્રમાણે તત્ત્વ ઉપદેશ, શિષ્યોના ગ્રહણ-પોષણ પણ સરાગી શ્રમણોની ચર્ચા છે. જો વૈયાવૃત્તિના માટે ઉધત શ્રમણ છકાયના જીવોને પીડિત કરતો હોય તો એ શ્રમણ નથી, ગૃહસ્થ છે; કારણ કે આવી વૈયાવૃત્તિ શ્રાવકોનું કાર્ય છે. આ બધી ક્રિયાઓ શ્રમણોમાં ગૌણ અને ગૃહસ્થોમાં મુખ્યપણે હોય છે.
પ્રશસ્ત રાગરૂપ શુભોપયોગ સમાન હોવા છતાં પણ પાત્રની વિપરીતતાથી ફળ વિપરીત હોય છે. કારણ કે વિપરીતતાથી અવિપરીત ફળની પ્રાપ્તિ થઈ શકતી નથી; એટલા માટે વિષય-કષાયોમાં લીન પુરુષોના પ્રતિ સેવા, ઉપકાર, દાનાદિથી હીન પુણ્યની પ્રાપ્તિ થાય છે.
આ પ્રમાણે અવિપરીત કારણથી અવિપરીત ફળની ઉત્પત્તિ થાય છે. જેના પાપ રોકાઈ ગયા હોય, જે બધા જ ધાર્મિક પ્રત્યે સમભાવવાન છે અને ગુણ-સમુદાયનું સેવન કરવાવાળા અશુભોપયોગ રહિત, શુદ્ધોપયોગ અથવા શુભોપયોગયુક્ત શ્રમણના પ્રતિ ભક્તિવાન જીવ પ્રશસ્ત પુણ્યને પ્રાપ્ત કરે છે.
એવા ગુણોમાં અધિક શ્રમણો પ્રતિ અન્ય શ્રમણોને અભુત્થાન, ગ્રહણ, ઉપાસન, પોષણ, સત્કાર, વિનય આદિ ક્રિયા અવશ્ય કરવી જોઈએ.
જે શ્રમણ ગુણોમાં અધિક શ્રમણનું ઉક્ત ક્રિયાઓથી સન્માન નથી કરતું, એમને જોઈને દ્વેષ કરે છે, એમનો અપવાદ કરે છે, તેનો ચારિત્ર નષ્ટ થાય છે.