________________
૧૬૮ યુક્તાહાર ભિક્ષાચરણથી, દિવસમાં એક વખત, યથાલબ્ધ, રસની અપેક્ષાથી રહિત અને મધુમાંસ રહિત હોય છે.
આ પ્રમાણે શ્રમણનો દ્રવ્યલિંગ અને ભાવલિંગનું સ્વરૂપ બતાવીને કહે છે કે કેવળ નગ્નતારૂપ દ્રવ્યલિંગ ભાવલિંગ વગર વ્યર્થ છે. ભાવલિંગધારી શ્રમણને સાચા સુખની પ્રાપ્તિ થાય છે. એટલે બાળ, વૃદ્ધ, પરિશ્રમી, રોગીને પણ પોતાને યોગ્ય અતિ કઠોર આચરણ જ કરવું જોઈએ. આ ઉત્સર્ગ માર્ગ છે. અને અપવાદ માર્ગમાં જે સંયમનો છેદ જેવી રીતે ન થાય, તેવો પોતાને યોગ્ય મૃદુ આચરણ કરવો જ જોઈએ.
આ પ્રમાણે જે શ્રમણ આહાર-વિહારમાં દેશ, કાળ, શ્રમ, ક્ષમતા તથા ઉપધિને જાણીને આચરણ કરે છે તે અલ્પલેપી હોય છે.
જ્યાં સુધી શુદ્ધોપયોગમાં લીનતા ન રહે ત્યાં સુધી જ શ્રમણને આચરણની સુસ્થિતિને માટે ઉત્સર્ગ અને અપવાદની મૈત્રી કરવી જોઈએ. એણે પોતાની નિર્બળતા લક્ષમાં રાખ્યા વગર માત્ર ઉત્સર્ગનો આગ્રહ-કેવળ અતિ કર્કશ આચરણની હઠ ન કરવી જોઈએ તથા ઉપસર્ગરૂપ ધ્યેયને ચૂકીને માત્ર અપવાદના આશ્રયથી કેવળ મૃદુ આચરણરૂપ શિથિલતાનું સેવન પણ ન કરવું જોઈએ. પરંતુ એવો વ્યવહાર કરવો જોઈએ જેમાં હઠ ન હોય અને શિથિલતાનું સેવન પણ ન હોય.
ઉક્ત વિવેચનથી સ્પષ્ટ છે કે આચાર્ય કુંદકુંદ જેટલા શિથિલાચરણથી વિરોધી હતા એટલા જ શક્તિની બહાર અતિ કઠોર આચરણના પણ વિરોધી જ હતા. એ પોતાની શક્તિ અનુસાર, પદની મર્યાદામાં રહીને યથાસંભવ મૃદુ-કઠોર આચરણના સમર્થક હતા. જે પ્રમાણે એમણે મૃદુ આચરણના નામ પર આવેલી શિથિલતાની વિરૂદ્ધ કઠોર રૂખ અપનાવ્યો છે, તે જ પ્રમાણે શક્તિની બહાર અતિ કઠોર આચરણનો પણ ખુલ્લીને નિષેધ કર્યો છે.
આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે આ અધિકારમાં સંયમભંગના અંતરંગ અને બહિરંગ સ્વરૂપ, કારણ, સંયમભંગથી બચવાની વિધિ, આલોચના, ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગનો સ્વરૂપ તથા ઉપાદેયતા, શ્રમણના ૨૮ મૂળ ગુણ આદિ સમસ્ત શ્રમણ સંબંધ વિષયો પર પ્રકાશ પાડ્યો છે, જેનાથી શ્રમણના સ્વરૂપનું બિંબ આપણા નેત્રપટલની સામે પ્રતિબિંબિત થાય છે. ૨) મોક્ષમાર્ગ પ્રજ્ઞાપન અધિકાર : આ અધિકારમાં મોક્ષમાર્ગના નિરૂપક આગમના અધ્યયન પર બહુ જ બળ આપવામાં આવ્યો છે અને અંતમાં જ્ઞાન-દર્શન-ચારિત્રની એકતા ને જ મોક્ષમાર્ગ સિદ્ધ કરવામાં આવ્યો છે.
આગમના અભ્યાસ વગર પદાર્થોનો નિશ્ચય નથી થતો, પદાર્થોના નિશ્ચય વિના એકાગ્રતા નથી થતી, એકાગ્રતા વગર શુદ્ધાત્મ પ્રવૃત્તિ ન હોવાથી મુનિપણું નથી હોતુ. આગમ વગર સ્વ-પરનું ભેદજ્ઞાન નથી થતું અને ભેદજ્ઞાન ન હોવાથી કર્મોનો ક્ષય નથી થતો. એટલે આગમ ચેષ્ટા જ શ્રેષ્ઠ છે અર્થાત આગમનો ઊંડો અભ્યાસ જ મુખ્ય છે; કારણ કે આગમહીન શ્રમણ ન તો પોતાને જાણે છે, ન પરને.