________________
૧૨૮ जह सिप्पिओ दु करणाणि गिण्हदि ण सो दु तम्मओ होदि। तह जीवो करणाणि दु गिण्हदि ण य तम्मओ होदि॥ ३५१॥ जह सिप्पि दु कम्मफलं भुंजदि ण य सो दु तम्मओ होदि। तह जीवो कम्मफलं भुंजदि ण य तम्मओ होदि॥ ३५२॥ एवं ववहारस्स दु वत्तव्वं दरिसणं समासेण। सुणु णिच्छयस्स वयणं परिणामकदं तु जं होदि॥ ३५३॥ जह सिप्पिओ दु चेहँ कुव्वदि हवदि य तहा अणण्णो से। तह जीवो वि य कम्मं कुवदि हवदि य अणण्णो से॥ ३५४ ॥ जह चेहँ कुव्वंतो दु सिप्पिओ णिच्चदुक्खिओ होदि। तत्तो सिया अणण्णो तह चेट्टतो दुही जीवो॥ ३५५ ॥
જ્યમ શિલ્પી કર્મ કરે પરંતુ તે નહીં તન્મય બને, ત્યમ જીવ પણ કર્મો કરે પણ તે નહીં તન્મય બને. ૩૪૯. જ્યમ શિલ્પી કરણ વડે કરે પણ તે નહીં તન્મય બને, ત્યમ જીવ કરણ વડે કરે પણ તે નહીં તન્મય બને. ૩૫૦. જ્યમ શિલ્પી કરણ ગ્રહે પરંતુ તે નહીં તન્મય બને, ત્યમ જીવ પણ કરણો ગ્રહે પણ તે નહીં તન્મય બને. ૩૫૧. શિલ્પી કરમફળ ભોગવે પણ તે નહીં તન્મય બને, ત્યમ જીવ કરમફળ ભોગવે પણ તે નહીં તન્મય બને. ૩૫ર. -એ રીત મત વ્યવહારનો સંક્ષેપથી વક્તવ્ય છે; સાંભળ વચન નિશ્ચય તણું પરિણામવિષયક જેહ છે. ૩૫૩. શિલ્પી કરે ચેષ્ટા અને તેનાથી તેહ અનન્ય છે, ત્યમ જીવ કર્મ કરે અને તેનાથી તેહ અનન્ય છે. ૩૫૪. ચેષ્ટા કરતો શિલ્પી જેમ દુખિત થાય નિરંતરે, ને દુખથી તેહ અનન્ય, ત્યમ જીવ ચેષ્ટમાન દુખી બને. ૩પપ.