________________
૧૫૮ ઇન્દ્રિયાદિકના સુખ પણ પારમાર્થિક સુખ નથી, કારણ કે દુઃખ સહન ન કરવાને કારણે જ એ રમ્ય વિષયોમાં પ્રવૃત્તિ કરે છે. જેના વિષયોમાં રતિ છે, તેને દુઃખ જ જાણો; અન્યથા વિષયોમાં વ્યાપાર જોવામાં નથી આવતો. ઇન્દ્રિયસુખનું સાધન શરીર પણ નથી, કારણ કે સ્વર્ગમાં પણ શરીર શરીરી જીવને સુખ નથી આપતો, આત્મા જ વિષયોને વશ થઈને સુખ-દુઃખરૂપ પરિણમિત થાય છે.
શરીરની જેમ પંચેન્દ્રિયના વિષય પણ સુખના સાધન નથી. જે પ્રમાણે અંધકારના નાશક દષ્ટિવાળાને દીપકની આવશ્યકતા નથી રહેતી તે જ પ્રમાણે સ્વયં સુખરૂપ પરિણમિત જીવને વિષયોની શું આવશ્યકતા છે?
જે પ્રમાણે આકાશમાં સૂર્ય સ્વયં જ ઉષ્ણ, તેજસ્વી અને દેવ છે, તે જ પ્રમાણે સિદ્ધ ભગવાન પણ સ્વયંથી જ જ્ઞાની, સુખી અને દેવ છે.
એટલે સુખાભિલાષી જીવોને વિષયાવલંબી ભાવને છોડીને નિરાવલંબી પરમાનંદ સ્વભાવરૂપ પરિણમન કરવું જોઈએ. ૪) શુભ પરિણામ અધિકાર : આ અધિકારમાં ઇન્દ્રિયસુખના સાધનભૂત શુભ પરિણામનું કથન અને તેમની હેય-ઉપાદેયતાનો વિચાર કરવામાં આવ્યો છે.
દેવ-શાસ્ત્ર-ગુરુની પૂજન-ભક્તિ, દાન-ઉપવાસાદિમાં લીન આત્મા શુભ પરિણામવાળા છે. શુભ પરિણામોથી ઇન્દ્રિયસુખ પ્રાપ્ત કરે છે. આમાં સર્વાધિક અનુકૂળતા પ્રાપ્ત કરવાવાળા દેવોને પારસ્વાભાવિક (અતીન્દ્રિય) સુખ નથી, કારણ કે એ પણ દેહની વેદનાને કારણે જ વિષયોમાં રમણ કરે છે. જો વેદનાન હોય તો એ પાપબંધ કે હેતુ વિષયોમાં શું કામ રમણ કરે? એટલે સિદ્ધ થાય છે કે એ પણ દુઃખી છે. જ્યારે શુભ પરિણામવાળા પણ દુઃખી છે અને અશુભ પરિણામવાળા પણ દુઃખી છે તો પછી એનામાં ભેદ માનવાથી શું લાભ છે? પુણ્ય ભાવોની સત્તા તો અવશ્ય છે, કારણ કે પુણ્યથી પ્રાપ્ત થવાવાળા ભોગોને ઈન્દ્ર, ચક્રવર્તી આદિ ભોગવે છે, પરંતુ એ ભોગ દેવોમાં પણ તૃષ્ણા જ ઉત્પન્ન કરે છે અને એ તૃષ્ણાથી દુઃખી થાય છે અને મરણપર્યંત સંતપ્ત રહેવાથી એને જ ભોગવે છે.
ઇન્દ્રિયોથી પ્રાપ્ત સુખ પસંબંધયુક્ત, બાધાસહિત, વિચ્છિન્ન, વિષમ અને બંધનું કારણ હોવાથી દુઃખ જ છે. એટલે સ્પષ્ટ છે કે શુભોપયોગજન્ય પુણ્યફળરૂપ દેવાદિક સંપદા, પાપફળસ્વરૂપ નારકાદિ આપદા પરમાર્થથી આપદા જ છે, કારણ કે બન્ને દુઃખરૂપ જ છે એટલે હેય છે. જે વ્યક્તિ પુણ્ય અને પાપમાં ભેદ નથી' એવું નથી માનતો, એ મોહાચ્છાદિત થયો થકો અપાર ઘોર સંસારમાં પરિભ્રમણ કરે છે - આચાર્યે તો અહીંયા સુધી વાત કરી છે.
મોક્ષનો ઉપાય બતાવતા આચાર્ય કહે છે કે જે દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરહંતને જાણે છે, તે પોતાના આત્માને પણ જાણે છે અને તેના મોહનો નાશ થાય છે. જેના મોહનો નાશ થાય છે તે રાગ-દ્વેષને છોડીને શુદ્ધાત્માની પરિપૂર્ણ દશાને પ્રાપ્ત થઈ જાય છે. બધા જ અરહંત ભગવાન આ પ્રમાણે બધા જ કર્મોનો ક્ષય કરીને મોક્ષ ગયા છે.