________________
૧૬૫ મધ્યસ્થ થતો, અશુભોપયોગથી રહિત, અને શુભોપયોગમાં ઉપયુક્ત ન થતાં હું જ્ઞાનાત્મક આત્માને ધ્યાવું છું કારણ કે હું તો ન દેહ છું, ન મન છું, ન વાણી છું, એમનું કારણ પણ નથી, કર્તા પણ નથી, કરાવવાવાળો પણ નથી અને કર્તાનો અનુમોદક પણ નથી.
દેહ, મન, વાણી પુદ્ગલદ્રવ્યાત્મક છે - એવું વીતરાગદેવે કહ્યું છે. જો કે હું પુદ્ગલદ્રવ્યમય નથી અને ન એ પુદ્ગલદ્રવ્ય મારા વતી પિંડરૂપ કરવામાં આવ્યા છે, એટલે હું દેહ પણ નથી અને દેહનો કર્તા પણ નથી. દેહના પરમાણુ સ્નિગ્ધતા અને રુક્ષતાને કારણે સ્વયં જ પિંડરૂપ પરિણમિત થાય છે.
આ લોક કર્મના યોગ્ય પુલોથી પરિપૂર્ણ છે. આ પુગલ સ્કંધો જીવની શુભાશુભ પરિણતિનું નિમિત્ત પામીને સ્વયં કર્મભાવથી પ્રાપ્ત થાય છે, જીવ તેનામાં કાંઈ નથી કરતો. ઔદારિકાદિ બધા શરીર પુલજન્ય છે તથા આત્મા તેનાથી સર્વથા ભિન્ન જ છે.
એટલે જીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, અશબ્દ, અલિંગગ્રહણ, અનિદિષ્ટસંસ્થાન અને ચેતનાગુણથી યુક્ત જાણો.
મૂર્ત પુગલની સાથે અમૂર્ત આત્માના બંધનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં આચાર્ય કહે છે જે પ્રકારે અરૂપી જીવ રૂપી દ્રવ્યને અને તેના ગુણોને જોઈને જાણે છે, તે પ્રકારે એની સાથે બંધને પણ પ્રાપ્ત થાય છે. વિવિધ વિષયોને પ્રાપ્ત કરી એમની સાથે મોહ-રાગ-દ્વેષ અને બંધ કરવાવાળો જીવ એનાથી બંધને પ્રાપ્ત થાય છે. સ્પર્શીની સાથે પુગલનો બંધ, રાગાદિ સાથે જીવનો બંધ અને અન્યોન્ય અવગાહ જીવપુદ્ગલાત્મક બંધ કહેવામાં આવ્યો છે. અસંખ્ય પ્રદેશી આત્માના પ્રદેશોમાં પુદ્ગલ સમૂહ પ્રવેશ કરે છે, રહે છે, જાય છે અને બંધાય છે.'
સંક્ષેપમાં એટલું જ કહેવામાં આવી શકે છે કે રાગી આત્મા કર્મ બાંધે છે અને રાગરહિત આત્મા કર્મોથી મુક્ત થાય છે.
મોહ-રાગ-દ્વેષ પરિણામોથી બંધ થાય છે. મોહ અને દ્વેષ પરિણામ તો અશુભ જ છે, રાગ શુભ પણ હોય છે અશુભ પણ. પરના પ્રતિ શુભ પરિણામ પુણ્ય છે અને અશુભ પરિણામ પાપ છે; પરંતુ જે પરિણામ પરના પ્રતિ પ્રવર્તમાન નથી એવા સ્વભાવ સન્મુખ પરિણામ શુદ્ધ હોવાથી દુઃખના ક્ષયનું કારણ છે.
સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિ અને પરદ્રવ્યથી નિવૃત્તિ કરાવવા સ્વ-પર વિભાગ વધુ વિશેષ સ્પષ્ટ કરતા આચાદવ કહે છે કે -
ત્રસ, સ્થાવર આદિ ભેદોથી પણ જીવ ભિન્ન છે. આ તથ્યથી અપરિચિત લોકો પરમાં એકત્વબુદ્ધિ કરે છે, પણ આત્મા તો માત્ર પોતાના ભાવોનો જ કર્તા છે, પુદ્ગલદ્રવ્યમય પરભાવોનોનહિ. પુદ્ગલોની મધ્યમાં રહેતો હોવા છતાં જીવ ન તો પુદ્ગલ કર્મોને કરે છે, ન ગ્રહણ કરે છે અને નથી છોડતો. જીવ રાગાદિ સ્વપરિણામોનો કર્યા હોવા થતો થકો કર્મરજને ગ્રહણ કરે છે, છોડે પણ છે. નિશ્ચયથી બંધનો આ સ્વરૂપ છે, વ્યવહારથી અન્યરૂપ પણ કહેવાય છે.