________________
૧૬૩ લોકાકાશના અસંખ્ય પ્રદેશ છે, જેના એક એક પ્રદેશ પર એક એક કાલાણ સ્થિત છે. એ કાલાણુ સ્નિગ્ધ-રુક્ષ ગુણના અભાવને કારણે રત્નોની રાશિની માફક પૃથક પૃથક જ રહે છે, પુદ્ગલ પરમાણુઓની જેમ પરસ્પર મળતા નથી.
પરમાણુના એક આકાશ પ્રદેશથી બીજા અનંતર આકાશ પ્રદેશ સુધી મંદ ગતિથી જવામાં જેટલો કાળ લાગે તેને ‘સમય’ કહે છે. આ કાળદ્રવ્યની સૂક્ષ્માતિસૂક્ષ્મ પર્યાય છે. કાળદ્રવ્ય નિત્ય છે, સમય (વ્યવહારકાળ) ઉત્પન્ન-પ્રધ્વસી છે. સમય, પ્રદેશની જેમ નિરંશ છે.
આકાશના એક પરમાણુથી વ્યાપ્ત અંશ આકાશપ્રદેશ છે તથા આકાશપ્રદેશ સમસ્ત પરમાણુઓને અવકાશ દેવામાં સમર્થ છે.
આકાશદ્રવ્ય અવસ્થિત (સ્થિર) તથા અનંત પ્રદેશ છે. ધર્મ અને અધર્મ અવસ્થિત તથા અસંખ્યાત પ્રદેશી છે અને જીવદ્રવ્ય અનવસ્થિત (અસ્થિર) તથા અસંખ્ય પ્રદેશ છે. પુદ્ગલદ્રવ્ય (પરમાણુ) અનેક પ્રદેશીપણાની શક્તિથી યુક્ત એક પ્રદેશવાળો છે તથા પર્યાય (સ્કંધ)ની અપેક્ષાથી સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશવાળો છે. એટલે આ બધા દ્રવ્યોના તિર્યપ્રચય (પ્રદેશોના સમૂહ) છે, પરંતુ કાળના તિર્યકપ્રચન નથી, કારણ કે એ શક્તિ અને વ્યક્તિ બન્ને અપેક્ષાથી એક પ્રદેશવાળો જ છે.
ઉર્ધ્વપ્રચય (સમય વિશિષ્ટ વૃત્તિઓનો સમૂહ) તો બધા જ દ્રવ્યોનો થાય છે, કારણ કે દ્રવ્યોની વૃત્તિ ભૂત-વર્તમાન-ભવિષ્ય ત્રણે કાળોને સ્પર્શ કરે છે. અંતર એ છે કે સમયવિશિષ્ટ વૃત્તિઓનો પ્રચય તો પુદ્ગલાદિ દ્રવ્યોનો ઉર્ધ્વપ્રચય છે અને સમયોનો પ્રચય જ કાળદ્રવ્યનો ઉર્ધ્વપ્રચય છે, કારણ કે શેષ દ્રવ્યોની વૃત્તિ સમયથી અર્થાન્તરભૂત હોવાથી સમયવિશિષ્ટ છે અને કાળદ્રવ્યની વૃત્તિ તો સ્વતઃ સમય સ્વરૂપ છે, એટલે એ સમયવિશિષ્ટ નથી.
કાળ પદાર્થના પ્રત્યેક વૃક્લંશમાં ઉત્પાદ અને વિનાશ યુગપદ થાય છે. સમય કાળપદાર્થનો વૃવંશ (સૂક્ષ્માતિસૂક્ષ્મ પર્યાય) છે. એ વૃક્લંશમાં અવશ્ય ઉત્પાદ અને વિનાશ સંભવિત છે, કારણ કે પરમાણુના અતિક્રમ દ્વારા સમયરૂપી વૃધંશ ઉત્પન્ન થાય છે એટલા માટે કારણપૂર્વક છે. પરમાણુ દ્વારા એક આકાશ પ્રદેશનો મંદગતિથી ઉલ્લંઘન કરવો કારણ છે અને સમયરૂપી વૃક્વંશ એ કારણનું કાર્ય છે, એટલા માટે એમાં કોઈ પદાર્થનો ઉત્પાદ અને વિનાશ થતો રહેવો જોઈએ. એટલે સ્પષ્ટ છે કે કારણપૂર્વક થવાવાળા કાળપદાર્થના વૃક્લંશમાં ઉત્પાદ અને વિનાશ યુગપદ હોય છે, કારણ કે જે વૃત્તિમાનના જે વૃક્લંશમાં એ વૃયંશની અપેક્ષાથી ઉત્પાદ છે, એ જ ઉત્પાદ એ જ વૃત્તિમાનની એ વૃવંશની પૂર્વે વૃધંશની અપેક્ષા વિનાશ છે, અર્થાત્ કાળપદાર્થની જે વર્તમાન પર્યાયની અપેક્ષાથી ઉત્પાદ છે, એ જ પૂર્વ પર્યાયની અપેક્ષાથી વિનાશ છે. આ પ્રમાણે ઉત્પાદ અને વિનાશ કાલના એક વૃવંશમાં પણ સંભવિત છે, એટલે એ ખંડિત નથી, સ્વભાવતઃ ધ્રુવ છે.
જે પ્રમાણે કાળના એક વૃક્લંશમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય થાય છે, એ જ પ્રમાણે કાળના બધા વૃક્લંશમાં પણ થાય છે; એનાથી કાલાણુની સિદ્ધિ થાય છે. કાલાણુની સિદ્ધિ થવાથી એના પ્રદેશવાનપણાની