________________
૧૬૪ સિદ્ધિ પણ સ્વતઃ જ છે, કારણ કે જે પદાર્થના પ્રદેશ અથવા એક પ્રદેશ જ્ઞાત નથી થતો, એ શૂન્ય છે, એનો કોઈ અસ્તિત્વ નથી.
અહીંયા વિરોધ પ્રતીત થાય છે, કારણ કે પહેલાં તો આચાદિકે કહ્યું હતું કે “સમો મો ?’ સમય અપ્રદેશ છે અને અહીંયા એ કહે છે કે “ન જ સંતિ પસ સમેત્ત જ તત્ત્વો બહું” (ગાથા ૧૪૪ પૂર્વાદ્ધ). જેમાં પદાર્થના પ્રદેશ અથવા એક પ્રદેશ જ્ઞાત નથી થતા, એ વાસ્તવમાં હોતો જ નથી.
ઉક્ત કથનમાં કોઈ વિરોધ નથી, કારણ કે એક પ્રદેશને અપ્રદેશી પણ કહેવામાં આવે છે. ૩) જ્ઞાન-શેય વિભાગ અધિકાર : આ અધિકારમાં જ્ઞાનતત્ત્વ અને શેયતત્ત્વનું નિરૂપણ એ પ્રકારે કરવામાં આવ્યું છે કે જેથી ભેદજ્ઞાન થાય. (જ્ઞાન) જીવ અને શેય (શરીરાદિ)નો સંબંધ અનાદિકાળથી કેવી રીતે થઈ રહ્યો છે અને એ કેવી રીતે છૂટે, મુક્તિમાર્ગમાં અત્યંત ઉપયોગી આ વિષય છે.
સમસ્ત શેયપદાર્થોને જાણવાવાળો જ્ઞાયક સ્વભાવી આત્મા અનાદિકાળથી ઇન્દ્રિય, બળ, આયુ અને શ્વાસોચ્છવાસ - આ ચાર પ્રણોથી યુક્ત છે. એટલે સંસારી જીવનું સ્વરૂપ પણ આ પ્રમાણે જણાય છે કે જે આ ચાર પ્રાણથી જીવે છે, જીવતો હતો અને જીવશે એ જીવ છે. એવું હોવા છતાં પણ પ્રાણ પુદ્ગલદ્રવ્યથી નિષ્પન્ન છે, જીવદ્રવ્યથી નહિ.
મોહાદિક જડકર્મોથી નિબદ્ધ જીવ આ પ્રાણોને ધારણ કરે છે અને પ્રાણોથી કર્મફળને ભોગવતો થકો મોહ-રાગ-દ્વેષને પ્રાપ્ત થાય છે. મોહાદિભાવોથી સ્વ-પરના દ્રવ્યભાવપ્રાણોને બાધા પહોંચાડતો જ્ઞાનાવરણીયાદિ જડકર્મોથી બંધાય છે.
જ્યાં સુધી આ આત્મા દેહાદિ વિષયોમાં મમત્વ નથી છોડતો ત્યાં સુધી આ દુષ્યક્ર ચાલતો જ રહે છે. જે આત્મા જિતેન્દ્રય થઈને જ્ઞાનસ્વભાવી આત્માનું ધ્યાન કરે છે, એ કર્મોથી રંજિત ન હોવાને કારણે પ્રાણોને પણ ધારણ નથી કરતો અર્થાત્ મુક્ત થઈ જાય છે. તાત્પર્ય એ છે કે દેહરૂપ વ્યવહાર પ્રાણ આત્માથી અત્યંત ભિન્ન હોવાથી ઉક્ત વિધિથી ઉચ્છેદ કરવા યોગ્ય છે.
સ્વ-પરના વિભાગ વિના અનાદિકાળથી આ પ્રાણી જુદી જુદી પર્યાયો ધારણ કરી ચતુર્ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જ્ઞાન-દર્શનસ્વભાવી આ આત્મા જ્યારે શુભભાવરૂપ પરિણમિત થાય છે ત્યારે પુણ્યનો બંધ કરે છે અને જ્યારે અશુભભાવરૂપ પરિણમિત થાય છે ત્યારે પાપનો બંધ કરે છે. જ્યારે શુભ અને અશુભ બન્ને ભાવોનો અભાવ કરી વીતરાગભાવ સ્વરૂપ પરિણમિત થાય છે, ત્યારે કર્મબંધ નથી થતું.
જે પરિણામ (ઉપયોગ) પંચ પરમેષ્ઠીને જાણે છે, તેમની શ્રદ્ધા કરે છે અને પ્રાણીઓ પ્રતિ દયાવાન હોય છે એ પરિણામ શુભપયોગ કહેવામાં આવે છે. એ પ્રમાણે વિષયકષાયમાં મગ્ન, કુમતિ, કુવિચાર અને કુસંગતિમાં સંલગ્ન, ઉગ્ર અને ઉન્માર્ગમાં સંલગ્ન ઉપયોગ અશુભપયોગ કહેવાય છે.
બંધના કારણથી ઉક્ત બન્ને ઉપયોગ ત્યાગ કરવા જેવા છે એની પ્રેરણા આપતાં અન્ય દ્રવ્યમાં