________________
૧૬૨ સ્વયં પુદ્ગલ જ છે. આ પ્રમાણે સ્પષ્ટ છે કે આત્મા પુગલરૂપને પરિણમિત નથી થતો, આત્મસ્વરૂપ (ચેતના)થી જ પરિણમિત થાય છે.
ચેતના ત્રણ પ્રકારની છે -જ્ઞાન સંબંધી, કર્મસંબંધી અને કર્મફળ સંબંધી જ્ઞાન પરિણિત જ્ઞાનચેતના, કર્મપરિણિત કર્મચેતના અને કર્મફળપરિણિત કર્મફળચેતના છે.
અર્થવિકલ્પ જ્ઞાન છે. જીવો દ્વારા કરવામાં આવેલો જાણવાનો ભાવ કર્મ છે'. કર્મ દ્વારા ઉત્પન્ન સુખ-દુઃખ કર્મફળ છે.
આ ત્રણે વાસ્તવમાં આત્મા જ છે; કારણ કે આત્મા પરિણામસ્વરૂપ છે, પરિણામ ચેતના સ્વરૂપ છે, જ્ઞાન, કર્મ અને કર્મફળ ચેતનામય છે. એટલે જ્ઞાન, કર્મ અને કર્મફળ આત્મા જ છે.
- જે વ્યક્તિ આ પ્રકારથી નિર્ણય કરીને જ્યારે પરદ્રવ્યરૂપ પરિણમિત નથી થતો, ત્યારે એ શુદ્ધાત્માને પ્રાપ્ત કરે છે. ૨) દ્રવ્યવિશેષ અધિકાર : આ અધિકારમાં જીવાદિ છ દ્રવ્યોનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. આ છ દ્રવ્યોમાં કોઈ કઈ જોડીમાં વિભાજીત કરીને સમજાવે છે. જેવી રીતે - જીવ-અજીવ, મૂર્ત-અમૂર્ત, લોક-અલોક, ક્રિયાવાન-ભાવવાન, સપ્રદેશ-અપ્રદેશી આદિ.
ઉપયોગમયી ચેતન જીવદ્રવ્ય છે અને શેષ પુલ આદિ પાંચ દ્રવ્ય અજીવ છે. આકાશના જેટલા પ્રદેશમાં જીવાદિક દ્રવ્યો રહે છે તે લોક છે, શેષ બધું અલોક છે. ભાવવાન (પરિવર્તનશીલ) તો છયે દ્રવ્ય છે, પણ જીવ અને પુદ્ગલ ક્રિયાવાન (ગમનશીલ) પણ છે. પુદ્ગલ મૂર્ત છે, શેષ દ્રવ્ય અમૂર્ત છે. કાળદ્રવ્ય એક પ્રદેશી છે - શેષ દ્રવ્ય બહુપ્રદેશ છે.
ગુણોથી દ્રવ્ય ઓળખવામાં આવે છે, કારણ કે મૂર્તિ દ્રવ્યોના ગુણ મૂર્ત હોય છે અને અમૂર્ત દ્રવ્યના ગુણ અમૂર્ત હોય છે. ઇન્દ્રિયગ્રાહ્ય ગુણોને મૂર્ત કહે છે અને જે ઇન્દ્રિયગ્રાહ્ય ન હોય તે ગુણ અમૂર્ત જાણવા જોઈએ.
વર્ણ, રસ, ગંધ, સ્પર્શ ગુણ સર્વ પુદ્ગલોમાં હોય છે. શબ્દ પુદ્ગલના પર્યાય છે, ગુણ નથી.
આકાશનો ગુણ અવગાહન હેતુત્વ, ધર્મદ્રવ્યનો ગુણ ગમનહેતુત્વ, અધર્મદ્રવ્યનો ગુણ સ્થિતિહેતુત્વ અને કાળનો ગુણ વર્તના હેતુત્વ તથા આત્માનો ગુણ ઉપયોગ છે.
જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ પ્રદેશવાળા છે (સપ્રદેશી) અને કાળ અપ્રદશી છે (એક પ્રદેશવાળું). જો કે પરમાણુ પણ અપ્રદેશી છે, એને પ્રદેશ ઉભવ થાય છે, એટલે એને પણ પ્રદેશી જ માનવામાં આવે છે. પરંતુ કાળને તો પુદ્ગલ પરમાણુની જેમ શક્તિ અપેક્ષા (પર્યાયથી) પણ અનેક પ્રદેશોપના નથી એટલે એ અપ્રદેશી જ છે.
જે પ્રમાણે આકાશના પ્રદેશ છે, તે જ પ્રકારે શેષ દ્રવ્યોના પણ પ્રદેશ છે, જો કે આકાશની જેમ પરમાણુરૂપી ગજથી માપવામાં આવે છે; પરંતુ કાળ અપ્રદેશી છે.