________________
૧૬૦ અસ્તિત્વ અને દ્રવ્યના પ્રદેશભેદ નથી. એટલે દ્રવ્ય અસ્તિત્વથી પૃથક પદાર્થ નથી. આ માટે સાદશ્ય-અસ્તિત્વની અપેક્ષાથી દ્રવ્યનું સર્વગત લક્ષણ સ” કહેવામાં આવ્યું છે.
એવું હોવા છતાં પણ સ્વરૂપ-અસ્તિત્વની અપેક્ષાથી દ્રવ્યોમાં અનેકત્વ છે, કારણ કે છ પ્રકારના પ્રત્યેક દ્રવ્યનું પોતપોતાનું સ્વરૂપ અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે, પરંતુ સાદસ્થ અસ્તિત્વની અપેક્ષાથી સર્વ દ્રવ્યોમાં એકત્વ છે કારણ કે સત્ લક્ષણ સર્વ દ્રવ્યોમાં સામાન્ય છે.
ઉત્પાદ, વ્યય રહિત નથી હોતું, વ્યય, ઉત્પાદરહિત નથી હોતું તથા ઉત્પાદઅને વ્યય ધ્રૌવ્ય પદાર્થ વગર નથી હોતા. એટલે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્રવ્યમાં અવિનાભાવી છે, એ દ્રવ્યથી પૃથ્થક નથી કારણ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પર્યાયોનું આલંબન કરે છે. એટલે બધું એક જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર નથી. એટલા માટે સ્પષ્ટ છે કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણેનો સમુદાય દ્રવ્ય છે.
દ્રવ્યની એક પર્યાય ઉત્પન્ન થાય છે, બીજી નષ્ટ થાય છે પરંતુ દ્રવ્ય ન તો ઉત્પન્ન થાય છે, નનષ્ટ, એ તો ધુવ જ રહે છે. દ્રવ્ય સ્વયં જ એક ગુણ-પર્યાયમાંથી અન્ય ગુણ-પર્યાયરૂપ પરિણમિત થાય છે. એટલે ગુણ-પર્યાયને પણ દ્રવ્ય કહેવામાં આવે છે
ભિન્નતા બે પ્રકારની છે. પૃથ્થકત્વ લક્ષણ અને અન્યત્વ લક્ષણ. વિભક્ત પ્રદેશત્વ પૃથ્થત્વ છે. આ તો સત્તા અને દ્રવ્યમાં સંભવ નથી કારણ કે ગુણ-ગુણીમાં વિભક્ત પ્રદેશત્વનો અભાવ હોય છે. અદ્ભાવ અન્યત્વનું લક્ષણ છે. આ સત્તા અને દ્રવ્યનું જ છે, કારણ કે ગુણ-ગુણીમાં તદ્ભાવનો અભાવ હોય છે. સર્વથા અભાવ અદ્ભાવ નથી, પરંતુ કથંચિત અભાવ અદ્ભાવ છે. એટલે સ્વરૂપ અપેક્ષાથી જે દ્રવ્ય છે, એ ગુણ નથી અને જે ગુણ છે તે દ્રવ્ય નથી. દ્રવ્ય અને સત્તામાં અદ્ભાવ છે, કારણ કે કથંચિત સત્તા દ્રવ્યરૂપ નથી, દ્રવ્ય કથંચિત સત્તારૂપ નથી. આ પ્રમાણે સ્પષ્ટ છે કે જે દ્રવ્યનું ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક પરિણામ છે, એ સહુથી અવશિષ્ટ-સત્તાથી અભિન્ન ગુણ છે, એટલે સ્વભાવમાં સમવસ્થિત હોવાથી દ્રવ્ય સત્ છે. સત્ અને દ્રવ્યનું ગુણ-ગુણી સંબંધ છે, ગુણ-ગુણીમાં પૃથ્થકત્વ નથી હોતું. ગુણ અને પર્યાય, ગુણી (દ્રવ્ય)થી પૃથ્થક નથી હોતા. એટલા માટે અભેદનયથી સ્વયમેવ સત્તા છે
દ્રવ્યનું દ્રવ્યાર્થિકનયથી સત્ ઉત્પાદ અને પર્યાયાર્થિકનયથી અસત્-ઉત્પાદ છે. જ્યારે પર્યાયોને ગૌણ કરીને મુખ્યતાથી દ્રવ્યનું કથન કરવામાં આવે છે, ત્યારે જે પર્યાય શક્તિરૂપથી દ્રવ્યમાં વિદ્યમાન છે, તે જ ઉત્પન્ન થાય છે, કારણ કે દ્રવ્ય તો ત્રણે કાળ વિદ્યમાન જ છે; એટલે દ્રવ્યાર્થિકનયથી દ્રવ્યને સત. ઉત્પાદ છે. ઉદાહરણ - જીવ દ્રવ્ય મનુષ્યાદિ સર્વ પર્યાયોમાં અનન્ય છે, એનો એ જ રહે છે, દ્રવ્યત્વને નથી છોડતો, એટલે એને સત્ ઉત્પાદ છે.
જ્યારે દ્રવ્યને ગૌણ કરીને મુખ્યતા પર્યાયોનું કથન કરવામાં આવે છે, ત્યારે જે પર્યાય વ્યક્તરૂપથી દ્રવ્યમાં વિદ્યામાન હતી એ ઉત્પન્ન થાય છે, કારણ કે વર્તમાન પર્યાય ભૂતકાળમાં ઉત્પન્ન ન હતી.
ઉદાહરણ મનુષ્ય એ દેવ અથવા તિર્યંચ નથી અને દેવએ મનુષ્ય અથવા તિર્યંચ નથી. એટલે પર્યાય અપેક્ષાથી એનો અસત્ ઉત્પાદ છે.