________________
૧૬૧ પ્રત્યક દ્રવ્ય સામાન્ય-વિશેષાત્મક છે. એટલે પ્રત્યેક દ્રવ્ય એનો એ જ રહે છે અને બદલાય પણ છે. સ્વરૂપનું આવું જ હોવાને લીધે દ્રવ્યનું અનન્યત્વ અને અન્યત્વમાં વિરોધ નથી. દ્રવ્યાર્થિકનયથી દ્રવ્ય સામાન્ય હજ છે, એટલે દ્રવ્ય અનન્ય છે. પર્યાયાર્થિકનયથી દ્રવ્યના પર્યાયરૂપ વિશેષ જાણવા મળે છે, એટલે દ્રવ્ય અન્ય અન્ય ભાસિત થાય છે. એવી રીતે બન્ને નયોને એક સાથે જોવાથી દ્રવ્યસામાન્ય અને દ્રવ્યવિશેષ બન્ને જ્ઞાત(જણાય) થાય છે. એટલા માટે દ્રવ્ય અનન્યરૂપ અને અન્ય અન્યરૂપ ભાસિત થાય છે. આ જે વિરોધ પ્રતિભાસિત થાય છે એ સપ્તભંગીન્યાયથી સહજ જ સ્પષ્ટ થઈ જાય છે. એ સમભંગી આ પ્રમાણે છે :- દ્રવ્ય (૧) કોઈ પર્યાયથી અસ્તિ (૨) કોઈ પર્યાયથી નાસ્તિ (૩) કોઈ પર્યાયથી અસ્તિ-નાસ્તિ (૪) કોઈ પર્યાયથી અવ્યક્તવ્ય (૫) કોઈ પર્યાયથી અસ્તિ અવ્યક્તવ્ય (૬) કોઈ પર્યાયથી નાસ્તિ અવ્યક્તવ્ય (૭) કોઇ પર્યાયથી અતિ-નાસ્તિ અવ્યક્તવ્ય છે.
નારકાદિ પર્યાયો શાશ્વત નથી. જ્યારે જીવ રાગ-દ્વેષભાવ કરે છે ત્યારે તેને કર્મબંધન થાય છે. કર્મબંધનથી જીવના સ્વભાવનો પરાભવ થાય છે, જેથી નારકાદિ પર્યાયો ઉત્પન્ન થાય છે, વિનષ્ટ થાય છે.
વરસ્તુતઃ તો પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશવાળા આ જીવલોકમાં ન તો કોઈ ઉત્પન્ન થાય છે, ન કોઈ નષ્ટ; કારણ કે જે ઉત્પાદ છે, તે જ વિનાશ છે. તથા ઉત્પાદ અને વિનાશ અન્ય અન્ય (ભિન્ન ભિન્ન) પણ છે, કારણ કે ઉત્પાદ અને વિનાશનો અનન્યપણું અને અન્યપણું છે. જ્યારે ઉત્પાદ અને વિનાશના અનન્યપણાની અપેક્ષા લેવામાં આવે તો પૂર્વપક્ષ ફલિત થાય છે અર્થાતું ન કોઈ ઉત્પન્ન થાય છે, ન નષ્ટ; જ્યારે ઉત્પાદ અને વિનાશ અન્યપણાની અપેક્ષા લેવામાં આવે, ત્યારે ઉત્તર પક્ષ ફલિત થાય છે અર્થાત ઉત્પાદ અન્ય છે અને વિનાશ અન્ય છે.
જીવ, દ્રવ્યરૂપથી અવસ્થિત હોવા છતાં પણ પર્યાયથી અનવસ્થિત (અસ્થિર) છે. સંસરણશીલ (પરિણમનશીલ) આ જગતમાં સ્વભાવથી અવસ્થિત કોઈ પણ નથી કારણ કે સંસાર તો સંસરણ કરતા દ્રવ્યની ક્રિયા છે.
આ જીવને સંસારનું કારણ દ્રવ્યકર્મ છે અને દ્રવ્યકર્મનું કારણ કર્મથી મલિન આત્માના પરિણામ છે. આ પરિણામ જ કર્મ છે. આનાથી જીવને સંસારમાં પુદ્ગલનો સંબંધ થાય છે.
પરિણામ સ્વયં આત્મા છે. પરિણામ જીવમય ક્રિયા છે અને ક્રિયાને કર્મ માનવામાં આવ્યું છે, એટલે આત્મા પરિણામરૂપ ભાવકર્મનો જ કર્તા છે, પુદ્ગલપરિણામરૂપ દ્રવ્યકર્મનો નહિ. એનો કર્તા તો