________________
૧૫૯ દ્રવ્ય-ગુણ-પર્યાય સંબંધી મૂઢભાવ જ મોહ છે. મોયુક્ત જીવ રાગી-દ્વેષી થતો વિવિધ પ્રકારના બંધ કરે છે, એટલે એ સંપૂર્ણ ક્ષય કરવા યોગ્ય છે.
પદાર્થોનો અયથાર્થ ગ્રહણ, તિર્યંચ, મનુષ્યો પ્રતિ કરુણાભાવ, ઇષ્ટ વિષયોમાં પ્રીતિ, અનિષ્ટ વિષયોમાં અપ્રીતિ એ બધા મોહના લક્ષણો છે.
સમસ્ત મોહનો ક્ષય કરવાના ઉપાયની જાણકારીને માટે આચાર્ય આગમના અધ્યયનની પ્રેરણા કરે છે કે જે સ્વ-પર નિજ-નિજ દ્રવ્યથી સંયુક્ત જાણે છે અને પ્રત્યક્ષાદિ પ્રમાણથી પદાર્થોને જાણીને દ્રવ્યોમાં રાગ-દ્વેષને નથી કરતા, એ મોહાદિનો ક્ષય કરતા અલ્પકાળમાં સર્વ દુઃખોથી મુક્ત થાય છે. એટલે શાસ્ત્રોનો સમ્યક પ્રકારથી અભ્યાસ કરવો જોઈએ.
જે જીવ પોતાની નિર્મોહતા ઇચ્છે છે તેને સ્વ-પર વિવેક ભેદજ્ઞાન અવશ્ય કરવો જોઈએ કારણ કે સ્વ-પર વિવેકથી જ મોહ નાશ કરી શકાય છે.
છેલ્લે કહે છે કે જે જિનકથિત અર્થોનો શ્રદ્ધાન નથી કરતો અર્થાત્ જેને સમ્યગ્દર્શન નથી, તે શ્રમણ નથી, તેને ધર્મની શરૂઆત નથી થઈ. પરંતુ જે આગમમાં કુશળ છે, મોહદષ્ટિ જેની સમાપ્ત થઈ ગઈ છે, જે વીતરાગ ચારિત્રમાં આરૂઢ છે એ મહાત્મા શ્રમણ સ્વયં ધર્મરૂપ છે.
આ રીતે આચાર્ય કહે છે દ્રવ્ય જે રીતે જે ભાવે પરિણમે છે તે કાળે તેમ છે એટલે ધર્મપરિણત આત્મા ધર્મ જાણવો.
નિર્વાણ સુખના સાધનભૂત શુદ્ધોપયોગ, અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય સુખ, ઇન્દ્રિય સુખ અને એના કારણભૂત શુભભાવોનું સમ્યક વિવેચન આ અધિકારમાં છે. શેયતત્ત્વ પ્રજ્ઞાપન : આ અધિકારમાં મૂળરૂપ બે જુદા જુદા અધિકાર છે. (૧) દ્રવ્યસામાન્ય અધિકાર અને (૨) દ્રવ્યવિશેષ અધિકાર અને પછી એક ત્રીજો અધિકાર પણ છે. (૩) જ્ઞાન-શેય વિભાગ અધિકાર. આ ત્રીજો અધિકાર અત્યંત મહત્વપૂર્ણ અધિકાર છે કારણ કે જ્ઞાન અને શેયના વચ્ચે ભેદવિજ્ઞાન કરાવવું એ જ જિનાગમનો મૂળ પ્રયોજન છે. ૧) દ્રવ્યસામાન્ય અધિકાર : દ્રવ્યસામાન્ય એટલે વસુવ્યવસ્થાનો સામાન્ય પરિચય આપતા આચાર્ય કહે છે કે દ્રવ્યનું લક્ષણ સત્ છે. એ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે. આ સતને જ સત્તા અથવા અસ્તિત્વ કહે છે. આ અસ્તિત્વ બે પ્રકારનું છે. સાદશ્ય અસ્તિત્વ અને સ્વરૂપ અસ્તિત્વ. સાદશ્ય અસ્તિત્વને મહાસત્તા અને સ્વરૂપ અસ્તિત્વને અવાંતર સત્તા પણ કહે છે.
ગુણ, પર્યાય અને દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન નથી, કારણ કે એ પરસ્પર એકબીજાથી જ નિષ્પન્ન થાય છે. આ પ્રમાણે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્રવ્યથી જ નિષ્પન્ન થાય છે અને દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી જ નિષ્પન્ન થાય છે. એટલે ગુણ-પર્યાયોથી અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથીદ્રવ્યનું અસ્તિત્વદ્રવ્યનો સ્વભાવ છે.