________________
૧૫૭ આ પ્રમાણે સહજ સિદ્ધ છે કે જ્ઞાન સર્વગત છે અને સર્વ પદાર્થ જ્ઞાનગત છે.
ઉક્ત સ્થિતિ હોવા છતાં કેવળી ભગવાન જગતને માત્ર દેખે છે - જાણે જ છે; પરને ગ્રહણ નથી કરતાં, છોડતા નથી, પરરૂપ પરિણમન નથી કરતાં; એટલે બંધાતા નથી.
જ્ઞાન, શેયપદાર્થરૂપ પરિણમિત નથી થતો, ન શૈયાર્થ પરિણમનરૂપ કિયા જ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. પરંતુ મોહના ઉદયથી જ યાર્થ પરિણમનરૂપ ક્રિયા અને ક્રિયાનું ફળ હોય છે, એટલા માટે શેયાર્થ પરિણમનરૂપ ક્રિયા અને ક્રિયાનું ફળનો અનુભવ રાગી-દ્વેષી-મોહી જીવને જ થાય છે. આ ભાવ જ બંધના કારણ છે, માત્ર દેહાદિનહિ. વીતરાગી કેવળીને આ શરીરાદિ ક્રિયાઓ બંધના હેતુ નથી.
જ્ઞપ્તિ અપેક્ષા કેવળી અને શ્રુતકેવળીની એકતા સ્થાપિત કરતાં આચાર્ય કહે છે શુદ્ધાત્માનો અનુભવ કરવાવાળા કેવળી અને શ્રુતકેવળીમાં કોઈ ભેદ નથી, કારણ કે શ્રુતની જ્ઞપ્તિ જ શ્રુતજ્ઞાન છે, એટલે શ્રુતજ્ઞાન પણ જ્ઞાન છે. શ્રુતરૂપ ઉપાધિના કારણે જ્ઞાનમાં કોઈ ભેદ નથી હોતો. ઉપાધિ હોવાથી શ્રત ઉપાદેય નથી. જ્ઞપ્તિકેવળી અને શ્રુતકેવળીના આત્માનુભવમાં સમાન જ છે. એટલે જ્ઞપ્તિ અપેક્ષા બેઉમાં કોઈ ફરક નથી. એમાં ભેદ માત્ર એટલો જ છે કે કેવળીના જ્ઞાનમાં ચૈતન્યના સમસ્ત વિશેષ એક સાથે જ જ્ઞાત થાય છે, જ્યારે શ્રુતકેવળીમાં ચૈતન્યના કોઈ વિશેષ ક્રમશઃ જ્ઞાત થાય છે. જ્ઞાન અને આત્મામાં ભેદ નથી. જે જ્ઞાયક છે, તે જ જ્ઞાન છે. જ્ઞાનથી આત્મા જ્ઞાયક નથી પરંતુ આત્મા જ્ઞાનરૂપથી સ્વયં પરિણમિત થઈને સ્વતંત્રતાથી જ જાણે છે, એટલા માટે આત્મા એ જ જ્ઞાન છે.
જ્ઞાન સમસ્ત શેય દ્રવ્યોને જાણવાવાળો સ્વ-પર જ્ઞાયક છે. કેવળજ્ઞાન સમસ્ત દ્રવ્યોના અતીત, અનાગત અને વર્તમાનની સમસ્ત અનુત્પન્ન, વિનિટ, અપ્રદેશ, સપ્રદેશ, મૂર્ત-અમૂર્ત પર્યાયોને એકી સાથે જાણવાથી જ અતીન્દ્રિય અને દિવ્ય છે.
ઈન્દ્રિયજ્ઞાન ઈહાદિક દ્વારા હોવાથી અનુત્પન્ન-વિનાદિ પર્યાયોને જાણવામાં સમર્થ નથી. જે આત્માનું જ્ઞાન પદાર્થોનું અવલંબન લઈને ઉત્પન્ન થાય છે, એ જ્ઞાન નિત્ય નથી, સર્વગત નથી, ક્ષાયિક પણ નથી. ક્ષાયિક જ્ઞાન તો એક સાથે સર્વ આત્મપ્રદેશોથી સર્વક્ષેત્રના ત્રિકાલિક સમસ્ત પદાર્થોને જાણે છે. ૩) સુખ અધિકાર : આ અધિકારમાં એમ બતાવવામાં આવ્યું છે જે પ્રકારે ઇન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાનના ભેદથી જ્ઞાનના બે પ્રકાર થાય છે, તે પ્રકારે ઇન્દ્રિય અને અતીન્દ્રિયના ભેદથી સુખ પણ બે પ્રકારના હોય છે. તથા જે પ્રમાણે ઇન્દ્રિયજ્ઞાન હેય અને અતીન્દ્રિયજ્ઞાન ઉપાદેય છે તે જ પ્રમાણે ઇન્દ્રિય સુખ હેય અને અતીન્દ્રિય સુખ ઉપાદેય છે; કારણ કે અતીન્દ્રિય સુખ જ પારમાર્થિક સુખ છે.
કેવળજ્ઞાન જ અતીન્દ્રિયજ્ઞાન છે. એની સાથે ઉત્પન્ન થવાવાળો સુખ જ અતીન્દ્રિય સુખ છે. એટલે એમ કહેવામાં આવે છે કે કેવળજ્ઞાન જ પારમાર્થિક સુખસ્વરૂપ છે.
કેવળજ્ઞાનીના ઘાતિયા કર્મોનો ક્ષય હોવાથી ખેદનો અભાવ છે અને સર્વ ઇષ્ટની પ્રાપ્તિ થઈ જવાથી એનું સુખ ઉત્કૃષ્ટ સુખ હોય છે. જે એનો સ્વીકાર કરે છે એ ભવ્ય છે અને જે એનો સ્વીકાર નથી કરતાં તે અભવ્ય છે.