________________
૧૫૫ ૧) જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન ૨) શેયતત્ત્વ પ્રજ્ઞાપન ૩) ચરણાનુયોગસૂચક ચૂલિકા.
જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપનમાં સર્વજ્ઞતાના સ્વરૂપનું વિસ્તારથી વિવેચન છે. શેયતત્ત્વ પ્રજ્ઞાપનમાં ઉત્પાદવ્યય-ધ્રૌવ્યના સ્વરૂપનું અદ્ભુત વિવેચન છે. ચરણાનુયોગ ચૂલિકામાં ચારિત્રના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આમ જુઓ તો આ ત્રણ અધિકારને ક્રમશઃ સમ્યજ્ઞાનાધિકાર, સમ્યગ્દર્શનાધિકાર અને સમ્યચ્ચારિત્રાધિકાર પણ કહેવામાં આવે છે.
પ્રથમ મહાધિકાર જ્ઞાનતત્ત્વાધિકારમાં ચાર વિભાગ કરવામાં આવ્યા છે. (૧) શુદ્ધપયોગ અધિકાર (૩) સુખ અધિકાર (૨) જ્ઞાન અધિકાર
(૪) શુભપરિણામ અધિકાર. ગ્રંથની શરૂઆતમાં સર્વપ્રથમ સમ્યગ્દર્શન-જ્ઞાનપ્રધાન વીતરાગ ચારિત્રના સ્વરૂપ પર પ્રકાશ પાડીને કહે છે કે -
માહ (દર્શનમોહ - મિથ્યાત્વ), ક્ષોભ (ચારિત્રમોહ, રાગ-દ્વેષ) રહિત આત્માનું પરિણમન જ સામ્ય છે, એ જ ધર્મ છે અને વાસ્તવમાં એ જ ચારિત્ર છે. ચારિત્રભાવથી પરિણત આત્મા સ્વયં જ ચારિત્ર છે, કારણ કે દ્રવ્ય જે સમયે જે ભાવરૂપથી પરિણમન કરે છે, તે સમયે તેનામાં તન્મય હોય છે.”
પરિણામ વગર વસ્તુનું અસ્તિત્વ નથી હોતું તથા વસ્તુ વિના પરિણામ નથી. ઉત્પાદ-વ્યયધ્રૌવ્યમય વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં રહેવાવાળી છે. જીવ પણ દ્રવ્ય હોવાથી પરિણામ સ્વભાવી છે.
જ્યારે જીવ શુભ-અશુભ અથવા શુદ્ધ ભાવરૂપ પરિણમન કરે છે, ત્યારે તે સ્વયં જ શુભ-અશુભ અથવા શુદ્ધ ભાવરૂપ થાય છે. શુદ્ધોપયોગમય પરિણત આત્મા મોક્ષસુખ, શુભપયોગરૂપ પરિણત આત્મા સ્વર્ગસુખ અને અશુભોપયોગરૂપ આત્મા નરકાદિના દુઃખ ભોગવે છે.
આ પ્રમાણે ભૂમિકારૂપ પ્રથમ બાર ગાથાઓમાં મંગલાચરણ ઉપરાંત એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ચારિત્ર જ ધર્મ છે અને સમગ્યારિત્રરૂપથી પરિણત આત્મા જ ધર્માત્મા છે.
ચારિત્ર બે પ્રકારનું છે (૧) નિશ્ચયચારિત્ર (૨) વ્યવહારચારિત્ર.
નિશ્ચયચારિત્રને શુદ્ધોપયોગ અથવા વીતરાગ ચારિત્ર પણ કહે છે. અને વ્યવહારચારિત્રને શુભોપયોગ અથવા સરાગચારિત્ર પણ કહે છે.
સર્વ પ્રથમ નિશ્ચય(વીતરાગ) ચારિત્રનું પ્રતિપાદન કરવા માટે શુદ્ધોપયોગ અધિકાર લખવામાં આવ્યો છે. ત્યાર બાદ શુદ્ધોપયોગના ફળસ્વરૂપ થવાવાળા અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય સુખનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે ક્રમશઃ જ્ઞાનાધિકાર અને સુખાધિકારનું વર્ણન કરેલ છે.
જો કે ઇન્દ્રિય સુખ અને અતીન્દ્રિય સુખના ભેદથી સુખ બે પ્રકારનું હોય છે. અતીન્દ્રિય સુખના કારણરૂપ શુદ્ધોપયોગ (નિશ્ચયચારિત્ર)નું વર્ણન તો થઈ ગયું છેએટલે અંતમાં ઇન્દ્રિય સુખના કારણભૂત શુભ પરિણામ અધિકારનું વર્ણન કરવામાં આવ્યું છે.