________________
૧૫૬
૧) શુદ્ધોપયોગ અધિકાર ઃ આ અધિકારમાં એમ બતાવવામાં આવ્યું છે કે શુદ્ધોપયોગથી પ્રાપ્ત થવાવાળું આનંદ આત્મઉત્પન્ન, અતીન્દ્રિય, અનુપમ, અતૂટ અને અવિનાશી હોય છે. જિન સૂત્રોના મર્મજ્ઞ સુખદુઃખમાં સમબુદ્ધિવાળા વીતરાગી શ્રમણ જ શુદ્ધોપયોગી હોય છે. એવા પરમ વીતરાગી શ્રમણ જ શેયોથી પારને પ્રાપ્ત કરવાવાળી સર્વજ્ઞતા પ્રાપ્ત કરે છે અને એ સર્વજ્ઞ જ સ્વયંભૂ કહેવાય છે.
આ સ્વયંભૂ આત્મા મોહ-રાગ-દ્વેષ પરિણતિનો એવો વિનાશ કરે છે કે જેને ક્યારેય ઉત્પાદ નથી થતો અને અતીન્દ્રિય આનંદનો એવો ઉત્પાદ કરે છે કે જેનો ક્યારેય વિનાશ નથી થતો. ૨) જ્ઞાન અધિકાર : આ અધિકારમાં સર્વજ્ઞતાનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં આચાર્યદેવ કહે છે કે સર્વજ્ઞના જ્ઞાનમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનની સમસ્ત પર્યાયો વર્તમાનવત્ જ પ્રત્યક્ષ છે; એમના માટે કાંઈ પણ પરોક્ષ નથી.
આત્મા જ્ઞાનપ્રમાણ છે અને જ્ઞાન જ્ઞેયપ્રમાણ છે. જો કે શેય તો સંપૂર્ણ લોકાલોક જ છે; એટલે જ્ઞાન સર્વગત છે. જ્ઞાન સર્વગત હોવાથી જ્ઞાનમય જિનવર પણ સર્વગત જ છે.
ΟΥ
જો કે જે પ્રમાણે ચક્ષુ રૂપને સ્પર્શ કર્યા વગર જ જાણે છે તે જ પ્રમાણે આત્મા પણ પરપદાર્થોને તેમાં પ્રવેશ કર્યા વગર જ જાણે છે; જો કે વ્યવહારથી તેને પરમાં પ્રવેશ કરવાવાળો પણ કહેવાય છે. આ સંદર્ભમાં ગાથા ૨૯ દૃષ્ટવ્ય છે, જેમાં સંપૂર્ણ વાત કહી છે.
જ્ઞેયે પ્રવિષ્ટ ન, અણપ્રવિષ્ટ ન, જાણતો જગ સર્વને; નિત્યે અતીન્દ્રિય આત્મા, જ્યમ નેત્ર જાણે રૂપને.
અન્વયાર્થ : જેવી રીતે ચક્ષુ રૂપને (જ્ઞેયોમાં અપ્રવેશેલું રહીને તેમ જ અપ્રવેશેલું નહિ રહીને જાણે-દેખે છે) તેવી રીતે આત્મા ઇન્દ્રિયાતીત થયો થકો અશેષ જગતને (સમસ્ત લોકાલોકને) જ્ઞેયોમાં અપ્રવિષ્ટ રહીને તેમ જ અપ્રવિષ્ટ નહિ રહીને નિરંતર જાણે-દેખે છે.
ભાવાર્થ : જો કે આંખ પોતાના પ્રદેશો વડે રૂપી પદાર્થોને સ્પર્શતી નહિ હોવાથી નિશ્ચયથી તો તે જ્ઞેયોમાં અપ્રવિષ્ટ છે તો પણ તે રૂપી પદાર્થોને જાણતી-દેખતી હોવાથી વ્યવહારથી ‘મારી આંખ ઘણાં પદાર્થોમાં ફરી વળે છે’ એમ કહેવાય છે. એવી રીતે જો કે કેવળજ્ઞાન પ્રાપ્ત આત્મા પોતાના પ્રદેશો વડે શેય પદાર્થોને સ્પર્શતો નહિ હોવાથી નિશ્ચયથી તો તે જ્ઞેયોમાં અપ્રવિષ્ટ છે તો પણ જ્ઞાયક દર્શકશક્તિની કોઈ પરમ અદ્ભૂત વિચિત્રતાને લીધે (નિશ્ચયથી દૂર રહ્યા રહ્યા પણ) તે સમસ્ત શેયકારોને જાણતો-દેખતો હોવાથી વ્યવહારથી ‘આત્મા સર્વ દ્રવ્ય-પર્યાયોમાં પેસી જાય એમ કહેવાય છે. આવી રીતે વ્યવહારથી જ્ઞેય પદાર્થોમાં આત્માનો પ્રવેશ સિદ્ધ થાય છે.
સર્વજ્ઞના જ્ઞાનનું પદાર્થોમાં પ્રવેશ દૂધમાં પડેલાં ઇન્દ્રનીલમણિની પ્રભાની માફક છે. જો જગતના સંપૂર્ણ પદાર્થ સર્વજ્ઞના જ્ઞાનમાં ન હોય તો જ્ઞાનને સર્વગત માનવામાં નહિ આવે. એટલે જો જ્ઞાન સર્વગત છે તો જગતના પદાર્થો જ્ઞાનગત કેમ નહિ ?