________________
૧૪૧ એમ આતમા જેનો અમૂર્તિક તે નથી આરક ખરે, પુદ્ગલમયી છે આ તેથી આ'ર તો મૂર્તિક ખર. ૪૦૫. જે દ્રવ્ય છે પર તેહને ન ગ્રહી, ન છોડી શકાય છે, એવો જ તેનો ગુણ કો પ્રાયોગી ને વૈગ્નસિક છે. ૪૦૬. તેથી ખરે જે શુદ્ધ આત્મા તે નહીં કંઈ પણ ગ્રહે,
છોડે નહીં વળી કાંઈ પણ જીવ ને અજીવ દ્રવ્યો વિષે. ૪૦૭. અર્થ એ રીતે જેનો આત્મા અમૂર્તિક છે તે ખરેખર આહારકનથી; આહાર તો મૂર્તિક છે કારણ કે પુદગલમય છે.
જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી તથા છોડી શકાતું નથી, એવો જ કોઈ તેનો (-આત્માનો) પ્રાયોગિક તેમ જ વૈઋસિક ગુણ છે.
માટે જે વિશુદ્ધ આત્મા છે તે જીવ અને અજીવ દ્રવ્યોમાં (-પરદ્રવ્યોમાં) કાંઈ પણ ગ્રહતો નથી તથા કાંઈ પણ છોડતો નથી.
पासंडीलिंगाणि व गिहिलिंगाणि व बहुप्पयाराणि। घेत्तुं वदंति मूढा लिंगमिणं मोक्खमग्गो त्ति॥४०८॥ ण दु होदि मोक्खमग्गो लिंग जं देहणिम्ममा अरिहा। लिंगं मुइत्तु दंसणणाणचरित्ताणि सेवंति ॥ ४०९ ॥ બહુવિધના મુનિલિંગને અથવા ગૃહસ્થીલિંગને, ગ્રહીને કહે છે મૂઢજન આ લિંગ મુક્તિમાર્ગ છે. ૪૦૮. પણ લિંગ મુક્તિમાર્ગ નહિ, અહંત નિર્મમ દેહમાં,
બસ લિંગ છોડી જ્ઞાન ને ચારિત્ર, દર્શન સેવતા. ૪૦૯. અર્થ બહુ પ્રકારના મુનિલિંગોને અથવા ગૃહીલિંગોને ગ્રહણ કરીને મૂઢ (અજ્ઞાની)જનો એમ કહે છે કે “આ (બાહ્ય) લિંગ મોક્ષમાર્ગ છે'.
પરંતુ લિંગ મોક્ષમાર્ગ નથી; કારણ કે અહંતદેવો દેહ પ્રત્યે નિર્મમ વર્તતા થકા લિંગને છોડીને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ સેવે છે.
ण वि एस मोक्खमग्गो पासंडीगिहिमयाणि लिंगाणि। दंसणणाणचरित्ताणि मोक्खमग्गं जिणा बेंति॥४१०॥