________________
૧૩૯
રે! શબ્દતે નથી જ્ઞાન, જેથી શબ્દ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, શબ્દ જુદો - જિન કહે; ૩૯૧. રે! રૂપ તે નથી જ્ઞાન, જેથી રૂ૫ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, રૂપ જુદું - જિન કહે; ૩૯૨. રે! વર્ણ તે નથી જ્ઞાન, જેથી વર્ણ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, વર્ણ જુદો - જિન કહે, ૩૯૩. રે! ગંધ તે નથી જ્ઞાન, જેથી ગંધ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, ગંધ જુદી - જિન કહે; ૩૯૪. રે! રસ નથી કંઈ જ્ઞાન, જેથી રસ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, રસ જુદો - જિનવર કહે; ૩૯૫. રે! સ્પર્શ તે નથી જ્ઞાન, જેથી સ્પર્શ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, સ્પર્શ જુદો - જિન કહે; ૩૯૬. રે! કર્મ તે નથી જ્ઞાન, જેથી કર્મ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, કર્મ જુદું - જિન કહે; ૩૯૭. રે! ધર્મ તે નથી જ્ઞાન, જેથી ધર્મ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, ધર્મ જુદો - જિન કહે; ૩૯૮. અધર્મ તે નથી જ્ઞાન, જેથી અધર્મ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, અધર્મ જુદો - જિન કહે; ૩૯૯. રે! કાળ તે નથી જ્ઞાન, જેથી કાળ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, કાળ જુદો - જિન કહે; 0. આકાશ તે નથી જ્ઞાન, એ આકાશ કંઈ જાણે નહીં, તે કારણે આકાશ જુદું જ્ઞાન જુદું - જિન કહે; ૪૦૧. નહિ જ્ઞાન અધ્યવસાન છે, જેથી અચેતન તેહ છે, તે કારણે છે જ્ઞાન જુદું, જુદું અધ્યવસાન છે. ૪૦૨. રે! સર્વદા જાણે જ તેથી જીવ જ્ઞાયક જ્ઞાની છે, ને જ્ઞાન છે જ્ઞાયકથી અવ્યતિરિક્ત ઈમ જ્ઞાતવ્ય છે. ૪૦૩.