________________
૧૪૯
૧) નિઃશંકિત.
૫) ઉપગૂહન ૨) નિઃકાંક્ષિત
૬) સ્થિતિકરણ ૩) નિર્વિચિકિત્સક
૭) વાત્સલ્ય ૪) અમૂઢદષ્ટિ
૮) પ્રભાવના ૧૮. બંધ અધિકારમાં બંધનું નિશ્ચય કારણ અજ્ઞાનમય અધ્યવસાય જ છે એમ નક્કી કરાવે છે. બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી.
જે થાય અધ્યવસાન જીવને, વસ્તુ આશ્રિત તે બને;
પણ વસ્તુ નથી બંધ, અધ્યવસાન માત્રથી બંધ છે. અધ્યવસાન અજ્ઞાનરૂપ છે તેથી તેને પોતાનું પરમાર્થ સ્વરૂપ ન જાણવું. તે અધ્યવસાનથી જ આત્મા પોતાને અનેક અવસ્થારૂપ કરે છે અર્થાત્ તેમનામાં પોતાપણું માની પ્રવર્તે છે. આ અધ્યવસાનો ત્રણ પ્રકારના છે. (૧) હું પરને હણું છું - જિવાડું છું, પરને સુખી-દુખી કરું છું. (૨) હું નારક-દેવ-મનુષ્ય તિર્યંચ છું. (૩) હું ધર્માદિ પરદ્રવ્યોને જાણું છું.
આ અધ્યવસાનો જેમને નથી તે મુનિ કુંજરો છે.
મિથ્યા અધ્યવસાય જેમને છે તે અવશ્ય કર્મોથી લેપાય છે. સ્વ-પરનું ભેદવિજ્ઞાન ન હોય ત્યાં સુધી જીવને જે પોતાના ને પરના એકપણાના નિશ્ચયરૂપ પરિણતિ વર્તે છે તેને બુદ્ધિ, મતિ, વ્યવસાય, અધ્યવસાન, વિજ્ઞાન, પરિણામ, ચિત્ત ને ભાવ એ આઠ એકાર્યવાચી શબ્દોથી કહ્યા છે.
અને છેલ્લે મૂળ મુદ્દાની રકમની વાત કહે છે. આત્માશ્રિત-સ્વઆશ્રિત નિશ્ચયનય છે, પરાશ્રિત અર્થાત્ પરને આશ્રિત વ્યવહારનય છે. નિશ્ચયને આશ્રિત મુનિઓ નિર્વાણને પ્રાપ્ત કરે છે.
જેવો વીતરાગે કહ્યો છે તેવા વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની પોતાના શુદ્ધ સ્વભાવથી જ ચુત થતો નથી તેથી રાગ-દ્વેષ-મોહ આદિ ભાવરૂપે પોતાની મેળે પરિણમતો નથી અને પરવડે પણ પરિણમાવતો નથી. માટે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવરૂપ જ્ઞાની રાગ-દ્વેષ-મોહ આદિ ભાવોનો અકર્તા જ છે - એવો નિયમ છે.
સૌ ભાવોને પર જાણીને પચ્ચખાણ ભાવોનું કરે;
તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. આ રીતે બંધ અધિકાર પૂર્ણ થાય છે.