________________
આદેશ કર્યો છે.
૧૫૧
તેથી તજી સાગાર કે અણગાર ધારિત લિંગને, ચારિત્ર-દર્શન-જ્ઞાનમાં તું જોડ રે ! નિજ આત્મને. તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને; તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે.
અહો ! સર્વે અરિહંત ભગવંતોએ સેવેલો, સ્વદ્રવ્ય આશ્રિત શુદ્ધ રત્નત્રય જે આ એક જ મોક્ષમાર્ગ જિન ભગવંતોએ ઉપદેશ્યો, તે જ માર્ગ પોતે સાધીને વીતરાગ સંતોએ જિનાગમમાં પ્રસિદ્ધ કર્યો છે. આવો માર્ગ જાણીને તેનું સેવન કરવું તે પરમાગમનો સાર છે, તેનું ફળ મહાન ઉત્તમ સુખ છે.
છેલ્લે, સમયસાર સમાપ્ત કરતાં આચાર્યદેવ કહે છે કે -
આ સમયપ્રાભૂત પઠન કરીને, અર્થ તત્ત્વથી જાણીને; ઠરશે અરથમાં આતમા, જે સૌખ્ય ઉત્તમ તે થશે. આ રીતે સમયસાર સમાપ્ત થાય છે.